*ધોરાજીનાં મોટી પરબડી ગામનાં સરપંચ અને તલાટીએ ટીડીઓ અને સરકારને ખોટુ રોજકામ દર્શાવી ગેર માર્ગે દોર્યા.*
બન્ને ને સસ્પેંડ કરવાની માંગણી તાલુકા,જીલ્લા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કરવામાં આવી.
જાણવા મળતી વીગત મુજબ હાલ માજ સરકાર શ્રી એ ગૌચર જમીનો પરનાં દબાણો અને કબજાઓ હટાવવાનો હુકમ કરેલ હતો. જે બાબતે મોટી પરબડીમાં આવેલ દબાણો અને કબજાઓ ખાલી કરવા બાબતે” મિશન માતૃભૂમિ” એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ફરીયાદ કરવામાં આવી હતી. જે બાબતે ફરીયાદનાં અનુસંધાને મોટી પરબડીનાં સરપંચ અને તલાટીએ ગૌચર જમીનનાં સ્થળ તપાસ કર્યા વીનાજ અને દબાણ અંગે ખરાઈ કર્યા વીના જ રોજકામ દર્સાવી દીધુ હતું. જે બાબતે ફરીયાદીઓને ધ્યાને આવતા સરપંચ અને મંત્રી ને સસ્પેડ કરવાની માંગણી ફરીયાદીઓ એ ટી.ડી.ઓ અને કલેક્ટરને કરવામાં આવી છે. સાથે જ સુત્રો પાસે થી મળેલ માહીતી મુજબ ગૌચર જમીન પર કબજો અને દબાણ ખુદ સરપંચ દ્વારા કરવામાં આવેલુ છે અને સાથે જ ફરીયાદો અનુસંધાને દબાણ કરનારાઓ, સરપંચ અને તલાટીની ગુપ્ત મીટીંગ પણ કરવામાં આવેલ હતી અને એ મીટીંગમાં તલાટી અને સરપંચે સ્પષ્ટ કહેલ કે ” કોઈપણ તાલુકા માથી અધીકારીઓ કે કોઈપણ તપાસ કરવા આવે તો ગૌચર જમીન પર દબાણ નથી તેવુ કહેવાનું ” તેવુ નક્કી થયેલ હતું. અને આ મીટીંગ સાર્વજનીક ન કરીને ને ગુપ્ત મીટીંગ કયવામાં આવેલ. જે સ્પસ્ટ થાઈ છે કે સરપંચ અને તલાટી ગૌચર જમીન પરનાં દબાણોની ફરીયાદનું ભીનું સંકેલવાની કોશીશ કરવામાં આવી.
આ સાથે જ ટીડીઓ, જીલ્લા કલેક્ટર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ ગેર માર્ગે દોરવામાં આવ્યા છે.