જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે ધામધૂમથીમહાશિવરાત્રીના ભાતીગળ મેળામાં તથા સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે શિવભક્તો નુ ઘોડાપુર ઉમટી અને સ્તંભેશ્વર મંદિરે શિવભક્તોએ મોટી સંખ્યા માં પૂજન અર્ચન કરી શિવમગ્ન બન્યા
જંબુસર તાલુકા ના કાવી પાસે કંબોઈ ગામ ના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. જે મંદિર દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે સુપ્રસિધ્ધ પામ્યુ છે.દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકર ની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે. મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે.
સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનુ સર્જન માત્ર આ સ્થળ માટે જ થયુ હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનુ આખુ શિવલીંગ ડુબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દુર ધ્યાનાવસ્થામાં જતાં રહે છે. ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે. સ્તંભેશ્વર તિર્થ ધામ જંબુસર તાલુકા ના કાવી ગામ પાસે આવેલું છે જ્યાં સ્તભેશ્વર મંદિર એ શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોકમેળા મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે ઉમટી પડયા હતા. મહાશિવરાત્રીના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યાં હતાં.સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા. શિવરાત્રી પર્વ ને અનુલક્ષી ને સ્તંભેશ્વર તીર્થ ના પ.પૂ. વિદ્યાનંદજી મહારાજ ધ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ.આજના મહા શિવરાત્રી ના પર્વએ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, વીએચપી અગ્રણી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ,જંબુસર નગરપાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા,અગ્રણી શરદસિંહ રાણા, તથા યુગેશ પુરાણી સહિત પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.