Home » समाचार » માર્ગ અકસ્માત માં 2 આશાસ્પદ યુવાનો ના મોત

માર્ગ અકસ્માત માં 2 આશાસ્પદ યુવાનો ના મોત

આમોદ થી રોધ ગામની વચ્ચે અકસ્માતમાં આમોદ તાલુકાના આજમનગર ગામના બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા..

પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર ૮ ઉપર વડોદરા તરફથી દહેજ તરફ જતા ભાડે વાહનો કરજણ થી આમોદ થઈ દહેજ જતા હોય છે. કરજણ આમોદ વચ્ચે રોડની સાઈડ ઉપર આવેલ વૃક્ષોના દાળ રોડ ઉપર આવી ગયેલ હોવાથી ભારે વાહનો રાત્રિ દરમિયાન રોડની વચ્ચે ફુલ લાઈટો ચાલુ રાખી ચાલતા હોવાથી સામેથી આવતા ફોરવીલ તથા ટુ વ્હીલ હંકારનાર મુશ્કેલીમાં મુકાતો હોવાથી કેટલીક વખત આંખોમાં વધુ પ્રકાશ આવી જતા અકસ્માત ન બનાવો બને છે.

આજ રોજ રાત્રિના ૧૧ વાગ્યા ની આસપાસ આમોદ તાલુકાના આઝમ નગર ગામના બે યુવાનો પોતાની મોટરસાયકલ નંબર જી. જે. ૧૬ બી. ઈ. ૮૮૮૭ લઈને આમોદ થી આઝમ નગર પોતાના ઘેર પરત ફરતા આમોદ થી રોધ ગામ વચ્ચે હનુમાનજી ડેરી નજીક પહોંચતા રોડ ઉપર ટ્રક નં. આર. જે. ૨૭ જી. સી. ૧૫૧૫ રોડ પરથી આવતા જતા વાહનોને અડચણ થાય એમ બંધ હાલતમાં કોઈપણ જાતની લાઈટો ચાલુ રાખ્યા વિના તેમજ રેડિયમ પટ્ટી પણ લગાવેલ નહિ હોવાથી આઝમ નગર ગામના બે આશાસ્પદ યુવાનો નિલેશભાઈ તથા તેમના મિત્ર રાહુલભાઈ વસાવા ટ્રક સાથે પોતાની મોટરસાયકલ અથડાઈ જતા તેઓને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા.

અકસ્માત થતા ની વાત વાયુ કે ફેલાતા ઘટના સ્થળે ગ્રામજનોના લોક ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ આમોદ પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મુતૃકો ને પી. એમ. માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે રવાના કરી વધુ તપાસ હાથ ઘરેલ છે.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?