-
- વિમા પોલીસીની શર્તોને કારણે મેડીક્લેઈમ રદ કરી પોલીસી રદ કરતી વિમા કંપની સામે ગ્રાહક તકરાર કમિશનનો ચુકાદો
ભરૂચ,
ભરૂચ ખાતે આવેલ ગ્રાહક કોર્ટે વિમા કંપનીઓની શરતોના ભંગ બદલ વિમા ક્લેઈમ રદ કરી, વિમા પોલીસી ટર્મીનેટ કરવાના પગલાંને નામંજૂર કરી અરજદારનો મેડીક્લેઈમની અરજી મંજુર કરતોચુકાદો ગ્રાહકોના લાભમાં આપવામાં આવ્યો હતો.
અરજીની મળતી વિગત મુજબ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ખાતે રહેતા મહેશભાઈ કનેરીયા દ્વારા દાખલ થયેલ અરજીમાં જણાવેલ કે પોતાના અને પોતાના કુટુંબ ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યુ. લી.ની મેડીકેર પોલીસી અને ૨૦૨૨-૨૦૨૩ સુધીની વીમા પોલીસી રૂા.૩૪૬૫૨/- નું પ્રિમીયમ ભરી ખરીદ કરેલી.
વિમા પોલીસીના સમય દરમ્યાન કેન્સરની બિમારી થતાં અમદાવાદ મુકામે કેન્સર અને સર્જીકલ હોસ્પટલ ખાતે અંદરના દર્દી તરીકે સારવાર કરાવેલી. જે સારવારનો ખર્ચ રૂા.૨૯૫૭૨૮/- થયેલ. જે મેળવવા ક્લેઈમ કરતાં વિમા કંપનીએ અરજદારનો ક્લેઈમ નામંજુર કરી વીમા પોલીસી ટર્મીનેટ કરવામાં આવી હતી. જેનાથી નારાજ થઈ ગ્રાહક તકરાર કમિશનમાં એડવોકેટ શ્રી અશ્વિન મિસ્ત્રી દ્વારા ન્યાય મેળવવા અરજી કરેલી.
અરજી રજુ કરતાં વીમાકંપની તરફે હાજર રહી જવાબ રજુ કરેલો અને તકરાર લીધેલી કે અરજદારને કેન્સર હતું તેની જાણ વીમા કંપની પાસેથી વીમા પોલીસીની ખરીદ કરતા પહેલાં હતી. અને આ વીમાને અરજદારે ચુકાવેલ હતું જેથી કલેઇમ નામંજુર કરેલો. વીમા કંપની તરફથી અરજદાર ઉપર આક્ષેપ કરવામાં આવેલ હતો કે અરજદારે વીમા કંપની સાથે ફ્રોડ કરેલ છે. જેથી વીમા પોલીસી ટર્મીનેટ કરવામાં આવેલ છે. આ અંગે અરજદારના એડવોકેટે એવી દલીલ કરી હતી કે અરજદારે વર્ષોથી વીમા પોલીસી ખરીદ કરેલ છે. અરજદારની અગાઉની વીમા પોલીસીની પોર્ટેબીલીટી સાથે હાલની વીમા પોલીસી આપેલ છે. આમ ખોટું કારણ જણાવી કલેઈમ નામંજૂર કરેલ હોય જે દલીલ માન્ય કરી ભરૂચ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખશ્રી એમ.એચ. પટેલ સભ્ય શ્રીમતી આર.એન. જાદવનાઓએ જજમેન્ટ આપી જણાવેલ કે, અરજદારની વીમા પોલીસી ૨૦૨૧થી સતત અને સરલ હોવાનું જણાઈ આવેલ છે. સારવાર દરમિયાન ડોકટરે સર્ટીફિકેટ આપેલ છે. બાયોપ્સી કરાવ્યા બાદ મોઢાના ભાગે કેન્સર હોવાનું જણાઈ આવેલ છે. કેન્સરની બિમારી હોય ને કેન્સરનું નિદાન થયેલ હોય અને તે હકીકત અરજદારે છુપાવેલી હોય તેવો કોઈ પુરાવો સામાવાળાની વીમા કંપનીએ રજુ કરેલ નથી. આમ, પોતાના જવાબમાં લીધેલ તકરાર સામાવાળા વીમાકંપની પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ છે. અરજદારની હાલની અરજી મંજૂર રાખી કરેલ ક્લેઈમની રકમ ચુકવવા સામાવાળાને હુકમ કરેલ છે. સાથે અરજી કર્યાની તારીખથી સાત ટકાના સાદા વ્યાજ સાથે રકમ ચુકવવા હુકમ કરેલ છે. અને જે તારીખથી વીમા પોલીસી ટર્મીનેટ કરેલ છે. તે તારીખથી નિયમ મુજબ પ્રીમીયમ અરજદાર પાસેથી સ્વીકારી ટર્મીનેટ કરેલી વીમા પોલીસી પુનઃ સ્થાપિત કરી આપવા જણાવેલ છે. અરજદારને માનસિક ત્રાસના રૂા.૩૦૦૦/- અને કાનુની ખર્ચના રૂા.૩૦૦૦/- ચુકવી આપવા હુકમ કરેલ છે.
ભરૂચ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા આપવામાં આવતા ચુકાદાઓ ખૂબ ઝડપી અને ન્યાયી હોય છે. જેના કારણે ભરૂચ જીલ્લાના વેપારીઓ અને ધંધો કરનારા તેમજ વીમા કંપનીઓના એજન્ટો પોતાના ગ્રાહકને યોગ્ય સમજણ આપી રહ્યા છે. આ કામે અરજી કરનારના એડવોકેટ તેમજ દલીલ કરનાર અશ્વિન મિસ્ત્રી હાજર રહ્યા હતા.
- વિમા પોલીસીની શર્તોને કારણે મેડીક્લેઈમ રદ કરી પોલીસી રદ કરતી વિમા કંપની સામે ગ્રાહક તકરાર કમિશનનો ચુકાદો