*પ્રાકૃતિક પરિસંવાદ- ભરૂચ જિલ્લો*
****
*શ્રી સ્વામી નારાયણ મંદિર ખાતે યોજાયેલા ત્રિદીવસીય પ્રાકૃતિક કૃષિ – પરિસંવાદ, પ્રદર્શનની પૂર્ણાહૂતી*
***
*ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝગડીયા, જંબુસર તાલુકાના ૬૦૦ થી વધારે ખેડૂતો પરિસંવાદનો લાભ લીધો – વિષય તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શીત કર્યા
****
*આપણે બધાએ ભેગા મળીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી આપણે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ- પ્રાકૃતિક ખેડૂત અગ્રણી*
***
ભરૂચ – શનિવાર- સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે ખાસ ત્રી- દીવસીય માસ્ટર ટ્રેનર્સ તેમજ અગ્રણી ખેડૂતો દ્વારા શ્રી સ્વામી નારાયણ મંદિર, ઝાડેશ્વર, ભરૂચ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી, આત્મા પ્રોજેક્ટ – ભરૂચ દ્નારા અંકલેશ્વર, ઝગડીયા, જંબુસર તાલુકાના અંદાજિત ૬૦૦ થી વધારે ખેડૂતો સાથે પરિસંવાદ યોજાયો હતો.