Home » समाचार » મનરેગા નો માસ્ટર માઇન્ડ હીરા જોટવા કોણ ?

મનરેગા નો માસ્ટર માઇન્ડ હીરા જોટવા કોણ ?

દાહોદ જિલ્લામાં મનરેગામાં મંત્રી બચુ ખાબડ ના દીકરાઓની ધરપકડ થયા બાદ ભરૂચ જિલ્લાના મનરેગામાં પણ સાત કરોડના ઉચાપતની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી હતી આપ નોંધાયેલી ફરિયાદના લાંબા સમય બાદ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને તેમના વતન સુપાસી ખાતેથી ભરૂચ પોલીસની એલસીબી ભાગ લઈ આવી છે

આ હિરા જોટવા કોણ છે એની થોડીક માહિતી જાણવાનો પ્રયાસ આ લેખમાં આપણે કરીશું જુઓ આ હીરા જોટવા વિશેની માહિતી.

હીરા જોટવાનો જન્મ પહેલી જૂન 1968 ન દિવસે થયો હતો.

હીરા જોટવા એ બી એ સુધીનો અભ્યાસ કરેલો છે .

હીરા જોટવા માત્ર 23 વર્ષની ઉંમરે પોતાના ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા.

1991 થી 2004 ના સમયગાળા દરમિયાન તેઓ પોતાના ગામના સરપંચ રહ્યા હતા

હીરા જોટવા કોંગ્રેસમાં શરૂઆતથી સક્રિય રહ્યા છે તેઓ વેરાવળ યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ તરીકે 1995 થી 2000 સુધી કામગીરી કરી છે

તો જુનાગઢ જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે 2000 થી 2005 દરમિયાન તેમણે પોતાની ફરજ બજાવી છે

જુનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે 2015 થી 2010

અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કમિટી સભ્ય તરીકે 2015 થી 2018 સુધી તેમણે પોતાની સેવાઓ આપી છે.

આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ તેઓ સક્રિય રહ્યા છે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના 2003 થી 2005 સુધીના ડાયરેક્ટર તરીકે તેઓ રહ્યા છે

તો જુનાગઢ જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકે 2010 થી 2015 સુધીમાં તેમણે પોતાની ફરજો બજાવી છે.

હીરા જોટવા  એ વિસાવદરમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની કચેરીને તાળું મારવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ પણ પોતાના ટેકેદારો સાથે ભૂતકાળમાં કરી ચૂક્યા છે.

હીરાભાઈ જોટવાનું આખું નામ

હીરાભાઈ અરજણભાઈ જોટવા છે

અને તેઓ પોતાના નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી તેમજ hirabhaijotva.com  નામની વેબસાઈટ પણ ધરાવે છે

તેઓ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં કેશોદ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ તેમાં પરાજિત થયા હતા

તો 2025 ની લોકસભા ચૂંટણીમાં તેઓ જૂનાગઢ લોકસભા બેઠકો પરથી રાજેશ ચુડાસમા સામે 1,35,494 મત થી પરાજિત થયા હતા.

રાજેશ ચુડાસમા સામે પરાજય થયા પછી આ ચૂંટણીમાં તેમણે કરેલા એફિડેવિટમાં જણાવ્યા અનુસાર તેમની પાસે સાત કરોડ રૂપિયાની સંપત્તિ છે અને fortuner જેવી ગાડી પણ તેઓ ધરાવે છે

હાલ ગામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં તેમનો દીકરો સુપાસી ગામના સરપંચ તરીકે વિજેતા બન્યો છે તો તેમનો બીજો દીકરો અજય જોટવા એ સોમનાથ જિલ્લા પંચાયતનો વિપક્ષનો નેતા છે આમ હીરા જોટવા અને તેના બંને પુત્રો એ રાજકારણમાં સક્રિય છે આમ કહીએ તો આખું પરિવાર એ જુનાગઢમાં રાજકીય રીતે સક્રિય જોવા મળી રહ્યું છે.

આવા રાજકીય રીતે સક્રિય હીરા જોટવાને ભરૂચ પોલીસની એલસીબી વગેરે સુપાસી ખાતેથી અટકાયત કરીને ભરૂચ ખાતે લાવવામાં આવ્યા છે અને મનરેગાના કૌભાંડની જે ચર્ચાઓ હાલ ચાલી રહી છે તેમાં તેમની ધરપકડ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ અચરજ એ વાતનું છે કે કોંગ્રેસનો આટલો મોટો આગેવાન ગુજરાત પ્રદેશનો ઉપપ્રમુખ

લોકસભા બેઠકનો ઉમેદવાર

વિધાનસભા બેઠકનો ઉમેદવાર આમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે સતત લડતો હોય આ વ્યક્તિ એ સરકારમાં બેઠેલા લોકોની સાથે મિલીભગત કરીને મનરેગા જેવી કલ્યાણકારી યોજનામાં આટલો મોટો ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકે ?

એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે આમ કોંગ્રેસ અને ભાજપના લોકો ભ્રષ્ટાચાર કરવામા સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોય એવું લાગી રહ્યું છે

કારણ કે દાહોદ જિલ્લામાં ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બંને દીકરાઓ આ મનરેગા કૌભાંડમાં હાલ જેલ હેઠળ જોવા મળી રહ્યા છે આ બંને જિલ્લાઓમાં થયેલા મનરેગાના કેસોમાં અનેક નામો ઉછળી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો આટલો મોટો આગેવાન એ ભાજપના લોકો સાથે મળીને ભાજપની સરકારમાં આટલો મોટો ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકે એ વાત ગળે ઉતરતી નથી .

શું હીરાભાઈ જોટવાની પોલીસે ધરપકડ કરી છે ? કે માત્ર અટકાયત કરી છે ?

એ હાલના તબક્કે કહેવું અસ્થાને છે કારણ કે પોલીસ દ્વારા સત્તાવાર તેમની ધરપકડની કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ એ વાત તો સત્ય છે કે હીરા જોટવા ની ધરપકડ થાય કે એને અટકાયત થાય પણ એની પૂછપરછ દરમિયાન ભરૂચ જિલ્લામાં થયેલા મનરેગા ના કૌભાંડના વધુ મોટા નામો બહાર આવે એવી શક્યતા નકારી શકાય નહીં. આવનારા સમયમાં આ મનરેગાનો કૌભાંડ કોનો કોનો ભોગ લે છે એ જોવું રહ્યું.

1984 85 માં ધો.10 ની બોર્ડ ની પરીક્ષા માં પોતાની જગ્યા એ ડમી વિધાર્થી ને બેસાડવા નો ગુનો પણ તેમના નામે છે.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines