Home » Uncategorized » ગુજરાત નું રાજકારણ ક્યાં જઈ રહ્યું છે ?

ગુજરાત નું રાજકારણ ક્યાં જઈ રહ્યું છે ?

છેલ્લા થોડાક સમયથી ગુજરાતનું રાજકારણ એ કઈ દિશામાં જઈ રહ્યું છે એ એક રસપ્રદ ઘટના બનતી જાય છે થોડા સમય પૂર્વે દાહોદ જિલ્લામાં મનરેગા ના ભ્રષ્ટાચાર સંદર્ભની એક ફરિયાદ થઈ અને આ ફરિયાદમાં બચ્ ખાબડ ના બંને દીકરાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ગુજરાત સરકારમાં હાલમાં પંચાયત મંત્રી છે અને મનરેગાના કામ પણ એ પંચાયત મંત્રીના અંતર્ગત જ આવે છે તો વળી એના થોડા સમય પછી ભરૂચ જિલ્લામાં મનરેગાના કૌભાંડમાં હીરા જોટવા જે કોંગ્રેસના પ્રદેશના ઉપપ્રમુખ છે તેમની તેમના દીકરા અને અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવે છે.

તો youtube બની ગજેરા ને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવે છે તો એના બીજા જ દિવસે પીટી જાડેજા નામના ક્ષત્રિય આગેવાનની પણ પાષા હેઠળ ધરપકડ કરવામાં આવે છે

તો વળી ગઈકાલે રાત્રે અચાનક નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે એટીવીટી ની મિટિંગમાં થયેલી બબાલ ન કારણે આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર

વસાવાને જે રીતે પોલીસની ગાડી મેં બેસાડીને લઈ જવામાં આવ્યા આ દ્રશ્યો જોતા પોલીસની કાર્યવાહી એ આશ્ચર્ય ઉપજાવે એવી છે

આવી કેટલીક ઘટનાઓએ ગુજરાતના રાજકારણમાં કેટલીક નવી ચિનગારીઓ ભડકાવવાનું કામ કર્યું છે

હીરા જોટવાની ધરપકડ પછી જુનાગઢ જિલ્લામાં આહિર સમાજના લોકો અને 18 વર્ણના લોકોને સાથે રાખીને મામલતદાર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે તો એક કરસનદાસ નામના મહારાજે તો આહીર સમાજને સંગઠિત થઈને આહીર સમાજના વ્યક્તિને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું કારણ આગળ કરીને આહિર સમાજને એકત્ર થવાનું આહવાન પણ કરવામાં આવ્યું છે.

તો વળી પીટી જાડેજા ની ધરપકડ પછી પણ ક્ષત્રિય સમાજ પણ નારાજ હોય અને સરકાર વિરુદ્ધ આંદોલન કરે એવી શક્યતાઓ ઊભી થઈ છે તો વળી એ જ સમયગાળા દરમિયાન પાટીદાર આંદોલનના અગ્રણીઓની એક મીટીંગ પણ મળી હતી અને તેઓ પણ કોઈ આંદોલન ઊભું કરવાની તૈયારીમાં હોય એવા દ્રશ્યો એ ઉદયમાન થયા છે. આમ એક તરફ આહિર સમાજને એકત્રિત કરીને સરકાર વિરુદ્ધ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ રહ્યો હતો તેને પણ ફરી આક્રમક બનવા માટેના પ્રયાસો શરૂ થાય એવું લાગી રહ્યું છે અને એ જ સમયમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્નર વસાવાની ધરપકડથી આદિવાસી સમાજ પણ એ સરકાર વિરુદ્ધ મોરચો માંડે એવા દ્રશ્યો એ દેખાઈ રહ્યા છે ત્યારે આજના આ લેખમાં આપણે ચૈતર વસાવાની ધરપકડ અને ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણ અને તેની હિન્દુ સમાજ હિન્દુત્વના મુદ્દાઓ પણ થનાર અસરોની વાત કરવી છે.

ભરૂચ અને નર્મદા જિલ્લો એ થોડા સમય પહેલા એક જ ભરૂચ જિલ્લો હતો અને આના બધાનો સમાવેશ એ ભરૂચ જિલ્લામાં થતો હતો માત્ર તિલકવાડા તાલુકો જે નવો બનાવવામાં આવ્યો એ તિલકવાડા તાલુકો નર્મદા જિલ્લામાં નવો ઉમરાયા છે બાકીના જે તાલુકાઓ છે જે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ છે એ તમામ તાલુકાઓ એક સમયે ભરૂચ જિલ્લાનું અંગ હતું.

શ્રીરામ જન્મભૂમિના આંદોલન પછી હિંદુત્વના જાગરણ માટેની જે કંઈ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો એ પ્રવૃત્તિઓ ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણે એટલે આજના નર્મદા જિલ્લાના ખૂણે ખૂણે પહોંચાડવા માટે પણ જે પ્રયાસોનો પ્રારંભ થયો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા એ ભરૂચ અને તેની આસપાસ રહેતા કાર્યકર્તાઓના પ્રયાસોના કારણે છેક મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સાગબારા તાલુકાના ગામો સુધી તો આમ કેવડિયામાં છેક ડેમ સુધીના વિસ્તારો સુધી હિન્દુત્વનો જાગરણ કરવા માટેના પ્રયાસો અનેક લોકો દ્વારા કરવામાં આવ્યા

અથાગ મહેનત અનેક સંઘર્ષ અનેક લોકોનો સમર્પણ તેમજ ધ્યેય પ્રત્યેની નિષ્ઠાના કારણે વ્યક્તિગત નુકસાનો વેઠીયા પછી પણ અનેક લોકોએ આ વિસ્તારમાં હિન્દુત્વના જાગરણ માટેના અનેક પ્રયાસો કર્યા અને આ પ્રયાસો માત્ર એક માસ છ માસ એકાદ વર્ષ એવા નહીં પરંતુ સતત વર્ષો સુધી કેટલાય કાર્યકર્તાઓ આ વિસ્તારમાં એ સતત પ્રયત્નશીલ રહ્યા અને આ તમામ લોકોના પ્રયત્નોના કારણે આ વિસ્તારમાં હિન્દુત્વનું જાગરણ કરવામાં ખૂબ મહત્વનું સાબિત થયું.

નર્મદા જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વનવાસી વિસ્તારના ક્ષેત્રમાં જે લોકોએ જાગરણ માટેનું કામ કર્યું એમાંના કેટલાક નહીં પણ મોટાભાગના લોકો તો સરકારી કર્મચારીઓ હતા અને એહમદ પટેલની હાંક વાગતી હોય  એવા સમયે સરકારી કર્મચારી હોવા છતાં પણ હિન્દુત્વના જાગરણ માટેના કામમાં સક્રિય રહેવાના કારણે આવા સરકારી કર્મચારીઓએ તેમની નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો પરંતુ તેમ છતાંય પોતાના ધ્યેય સાથે વળગી રહે ને આ લોકો આ હિન્દુત્વના જાગરણમાં સતત સક્રિય રહયા.

નર્મદા જિલ્લામાં અનિરુદ્ધસિંહ ગોહિલ  હિંમતભાઈ ઘડીયાલી જયંતીભાઈ તડવી દિનેશ તડવી જશુભાઈ ભીલ કલ્પેશ ઠાકર તો વળી ભરૂચ જિલ્લામાંથી ગોવિંદભાઈ પટેલ દેવુભા કાઠી નેત્રંગ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શુક્લા સાહેબ સાગબારા ના તખતસિંહ રાઠોડ આવા અનેક લોકો વર્ષો સુધી આ વિસ્તારમાં હિન્દુત્વના જાગરણનું કામ કરતા રહ્યા અને એને જ કારણે આ હિન્દુત્વના જાગરણ ની એક લહેર આ વનવાસી પટ્ટીમાં પણ દેખાય અને આ લહેરને કારણે મતંતરણના પ્રશ્નો પણ કેટલાક હદે એ રોક્યા અને ક્રિસ્ચન મિશનરીનો પ્રભાવ જે આ વિસ્તારોમાં હતા એ કંઈક ઓછો કરવામાં અને પોતાનો પ્રભાવ ઊભો કરવામાં આ વિચારધારા એ સફળ પણ થયા

પરંતુ આ ઉજ્જવળ પ્રયાસ અને પ્રયત્નના કારણે જે સુંદર દ્રશ્ય ઉત્પન્ન થયું હતું અને માત્ર જાગરણનું જ કામ આ વિસ્તારમાં હિન્દુ સંગઠનો એ કર્યું એમ નહીં પરંતુ આ સમાજ વચ્ચે સેવાની અનેક પ્રવૃત્તિઓ પણ આ હિન્દુ સંગઠનો દ્વારા પ્રારંભ કરવામાં આવી એમાં ડેડીયાપાડામાં જાનકી આશ્રમ નામની એક નિવાસી શાળા વનવાસી વિસ્તારને બહેનો માટે શરૂ કરવામાં આવી અને છેલ્લે કેટલાય વર્ષથી ખૂબ સફળ રીતે ચાલી રહ્યું છે

તો વિદ્યા ભારતી નામના સંગઠન દ્વારા વનવાસી શિક્ષણના નામે નેત્રંગ પાસે ખાતે એક નિવાસી વિદ્યાલય એ શરૂ કરવામાં આવ્યું જેમાં માત્ર વનવાસી વિદ્યાર્થી બંધુઓને જ ધોરણ પાંચ થી લઈને બાર સુધીની નિશુલ્ક રહેવા જમવાની સગવડ સાથેની અદ્યતન સ્કૂલ એ બનાવવામાં આવી અને જેમાં ભણીને અનેક નવયુવાનો  આજે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને અનેક સારી જગ્યાએ પોતાની રોટી રોટી પણ કમાઈ રહ્યા છે આવા ઉદાર પ્રયત્ન ના કારણે આ વિસ્તારમાં એક અનેક પ્રકારની જાગૃતિ પણ જોવા મળી

જેને કારણે વનવાસી વિસ્તારમાં ઘર કરી ગયેલા મિશનરીના પ્રભાવને ઓછો કરવામાં તો સફળતા મળી

પરંતુ અલગ ભીલીસ્થાન ની માંગણી જે ઉગ્ર બનતી દેખાતી હતી તે પણ કંઈ અંશે હળવી બની

પરંતુ ગુજરાતમાં આવેલા આ હિન્દુત્વના જાગરણના પરિણામને કારણે જે રાજકીય પરિવર્તન આવ્યું આ રાજકીય પરિવર્તનના કારણે જે રાજકીય પક્ષ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક હથતુ શાસન કરી રહ્યો છે આ રાજકીય લોકોની પોતાની રાજકીય હુસાતુસીના કારણે આ વનવાસી વિસ્તારમાં આવેલું એ આ જાગરણનું શુભ પરિણામ હિંદુ સમાજ સુધી પહોંચે એ પહેલા

જ એને લુણા લાગવાનો પ્રારંભ થયો.

આ રાજકીય લોકોની આણ આવડત કે દીર્ઘદ્રષ્ટિના અભાવે કેટલાક પગલાંઓ એ સરકારી મિશનરીના ઉપયોગના કારણે આ વિસ્તારમાં લેવામાં આવ્યા એનો સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એક ચૈતર વસાવે છે

છેલ્લે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ડેડીયાપાડાના ગામ પંચાયતના એક નાના પ્રશ્નમાં આ ચૈતર વસાવા સંભવિત વિધાનસભા નો ઉમેદવાર બને એવી શક્યતા દેખાતા કેટલાક રાજકીય આગેવાનોના દબાવના કારણે આ ચૈતર વસાવા ઉપર પોલીસ કેસ કરવામાં આવે છે અને તેને  જેલમાં નાખ્યા પછી આ ચૈત્ર વસાવાનું કદ એ વધે છે ડેડીયાપાડા વિસ્તારમાં આ ચૈતર વસાવા આદિવાસીઓનો એ પસંદગિ નેતા બને છે અને એના જ કારણે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા વિધાનસભાની ચૂંટણી ડેડીયાપાડામાં લડે છે અને તે આમ આદમી પાર્ટીનું ન તો કોઈ સંગઠન ન તો કોઈ કાર્યકર્તા હોવા છતાં પણ વિધાનસભામાં આમ આદમી પાર્ટી વિજેતા બનવામાં સફળ થાય છે.

ત્યાર પછી છેલ્લે લોકસભાની ચૂંટણી આવે છે અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય છે અને કોંગ્રેસ આ બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ઉભી રાખતી નથી

અને આમ આદમી પાર્ટીમાંથી ચૈત્ર વસાવા આ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર બને છે અને આ બેઠક ની ચૂંટણી પૂર્વે તો અનેક રાજકીય ગણી તો અને મીડિયા અહેવાલો અનુસાર ચૈતર વસાવા આ સીટ જીતી જશે એવું દ્રશ્ય પણ નિર્માણ થાય છે

છેલ્લે આ બેઠક ઉપર 85 હજારની માર્જિનથી એ ભારતીય જનતા પાર્ટી જીતવામાં તો સફળ થાય છે પરંતુ જે વિધાનસભા માં ભાજપના ધારાસભ્ય છે એવા ઝઘડિયા જેવા મતવિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી ખૂબ મોટા મતો મેળવે છે અને જે આદિવાસી પટ્ટી કહેવાય છે ઝઘડિયા વાલિયા નેત્રંગ ડેડીયાપાડા સાગબારાજેવા વિસ્તારમાં તો આમ આદમી પાર્ટીનું જાણે સ્ટીમ રોલર ફરી વળ્યું હોય એવા દ્રશ્યો એ ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યા હતા આમ આદિવાસી વિસ્તારોમાં હિન્દુત્વના જાગરણને કારણે ઉભી થયેલી ભાજપ તરફી એ લાગણી એ ક્યાં વહી ગઈ એ ખબર પડી નહીં

પરંતુ આવું કઠોર પરિણામ મેળવ્યા પછી પણ આ વનવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવા માટેના કોઈ પ્રયત્ન કરવાના લોકહિતના કાર્યો કરવાના બદલે ચૈતર વસાવાની પાછળ જ પડી રહી હોય એવું અનેક વાર બન્યું છે ચૈતર વસાવા વિરોધ થોડા સમય પહેલા જંગલની જમીન બાબતે કેસ કરીને એને જેલમાં પૂરવામાં આવ્યો આ લોકસભા ચૂંટણી પહેલા થયું અને એને જેલમાં પૂરવાના કારણે લોકસભાની બેઠકમાં ચૈતર વસાવાને જબરદસ્ત સમર્થન એ આદિવાસી સમાજમાંથી મળ્યું કારણકે ચૈતર વસાવા એ આદિવાસી છે જાગૃત છે બોલકો નેતા છે એટલે આદિવાસી સમાજના લોકો માટે લડવાની ક્ષમતા આ ચૈતર વસાવામાં આદિવાસી સમાજને દેખાય અને એના જ કારણે ચૈતર વસાવાએ લોકપ્રિય બનતા ગયા

અને લોકસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં અને અઢળક મતો મળ્યા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ આદિવાસી જ હોય વર્ષોથી ચુટાતા હોય પરંતુ તેમ છતાંય ચૈતર વસાવા અઢળક મત મેળવવામાં સફળ થયા ભારતીય જનતા પાર્ટી લોકસભા બેઠક જીતી એમાં અંકલેશ્વર ભરૂચ અને જંબુસર વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીને મળેલા મબલખ મતોનો માર્જિન એ ચૈતર ઉપર ભારે પડ્યું અને એના જ કારણે એ ચૈતર વસાવા પરાસ્ત થયા પરંતુ આદિવાસી સમાજનો એ લોકપ્રિય નેતા છે એવું પ્રસ્થાપિત કરવામાં એ સફળ થયા.

ચૈત્નર ના ઉદય પછી ડેડીયાપાડા સાગબારા વાલીયા ઝઘડિયા નેત્રંગ જે આદિવાસી પટ્ટો છે આ પટ્ટામાં આદિવાસી સમાજના જે નવ યુવાનો છે એ મોટા પ્રમાણમાં ચૈતર વસાવા ના આશિક બનતા જાય છે

અને તેમને આ ચૈતર વસાવા માં પોતાનું હિત દેખાતું હોય એવું દ્રશ્ય દેખાય છે

માત્ર આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા પોતાનો છે એવું આદિવાસીઓને લાગે છે એવું નહીં પરંતુ ભરૂચ અંકલેશ્વર જંબુસર જેવા વિસ્તારોમાં પણ આદિવાસી નવ યુવાનોમાં ચૈતર નું આકર્ષણ એ જોવા મળી રહ્યું છે

અને અનેક આદિવાસીઓ પોતાના પ્રશ્નો માટે આમોદ જંબુસર ભરૂચ વાગરા થી સીધા ચૈતર વસાવા ને ફોન કરતા હોય એવી ઘટનાઓ પણ પ્રકાશમાં ધીરે ધીરે આવી રહી છે ત્યારે હાલમાં જ ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરીને વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીના રાજકીય શોગથા ગોઠવનાર લોકોએ પોતાના પગ પર કુહાડી મારી હોય એવું લાગી રહ્યું છે

જે રીતે પોલીસે ચૈત્ર વસાવાની ધરપકડ કરી છે એના દ્રશ્ય સોશિયલ મીડિયામાં જે ફરી રહ્યા છે આ દ્રશ્યો જોતા આ ધારાસભ્યની માન મર્યાદા જાળવવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે અને એ પોતે આદિવાસી છે એટલે જ પોલીસ એની સાથે અત્યાચાર કરી રહી છે એવી ભાવના એ આદિવાસી સમાજમાં ફરી એકવાર પ્રબળ બને છે જે દ્રશ્યો ચૈત્ર વસાવાની ધરપકડ પછીના જોવા મળ્યા છે એમાં જે લોકો જોવા મળી રહ્યા છે એ લોકો મોટેભાગે નવ યુવાનો છે એટલે નવયુવાન આદિવાસી એ ચૈત્ર વસાવાની પાછળ ઘેલું બન્યું હોય એ આ દ્રશ્યો પડતી પણ દેખાઈ આવે

જ્યારે જ્યારે ચૈત્ર વસાવાને પોલીસને માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લોકોએ રોકવાનો અથવા તો એને નાનો કરવાનો પ્રયાસ જ્યારે જ્યારે થયો છે અને એની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ત્યારે આ ચૈત્ર વસાવા એ વધુ મજબૂત બન્યો છે અને આદિવાસી સમાજમાં એની આ ધરપકડના કારણે લોકપ્રિયતામાં પણ વધારે થયો છે વિધાનસભાની ચૂંટણી પહેલા એની ધરપકડ કરાઈ તો એ વિધાનસભામાં ધારાસભ્ય બન્યો લોકસભા ચૂંટણી પહેલા એની ધરપકડ કરાય તો લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મોડે એણે ફીણ લાવી દીધું

અને આ ત્રીજી વખતની ધરપકડ આ બાદ આગામી ચાર મહિના પછી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુ એક વખત મોટી લપડાક મળે એ દિશા તરફ લઈ જઈ રહી છે

ચાર મહિના પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે સાગબારા ડેડીયાપાડા જગડીયા વાલિયા જેવી તાલુકા પંચાયતોમાં આવનારા સમયમાં ચૈત્ર વસાવાના કારણે આમ આદમી પાર્ટી સત્તામાં હોય એવા દ્રશ્યો વર્તમાન પરિસ્થિતિ જોતા દેખાઈ રહ્યા છે પરંતુ માત્ર એટલું જ નહીં અંકલેશ્વર વાગરા વિધાનસભામાં પણ સૌથી વધારે મતો તો આ આદિવાસી સમાજના જ છે આ આદિવાસી સમાજ જે ધીરે ધીરે ચૈત્ર વસાવા તરફ વળી રહ્યો છે એ આદિવાસી વિસ્તારોમાં તો ઠીક પરંતુ અંકલેશ્વર ભરૂચ જંબુસર જેવી વિધાનસભા તેમજ વાગરા વિધાનસભામાં પણ એ ચોકાવનારો પરિણામ લાવી શકે એવી પરિસ્થિતિ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ લોકો પોલીસના માધ્યમથી ચૈત્ર વસાવાને પતાવાના પ્રયાસ કરી રહ્યા હોય એ લોકોએ ફરી વિચાર કરવાની આવશ્યકતા છે જો આવો વિચાર આ રાજકીય લોકો નહીં કરે તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી એ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે

એવું દેખાઈ રહ્યું છે માત્ર નવ યુવાનો ચૈત્ર વસાવા તરફ આકર્ષાયા છે એવું નહીં પરંતુ આ વનવાસી વિસ્તારમાં હિન્દુત્વના જાગરણ માટે જે કેટલાય નવયુવાનો સક્રિય હતા કામે લાગ્યા હતા અને અત્યારે પણ કામમાં છે એવા કેટલાય કાર્યકર્તાઓના મનમાં પણ અમારી સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યા હોવાની લાગણી એ મનમાં અનુભવી રહ્યા છે.

અને કદાચ એ જ કારણસર જાનકી આશ્રમ ડેડીયાપાડા અને વિદ્યા ભારતીના કાકડકુઈ વિદ્યાલયમાં ભણનારા હજારો વિદ્યાર્થીઓના પરિવારોમાંથી પણ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નહીં

પરંતુ ચૈત્ર વસાવાને મત આપ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી આ લોકસભાની ચૂંટણી દરમિયાન હિન્દુ સંગઠનોના કેટલાય કાર્યકર્તાઓ જે આ વિસ્તારમાં હિન્દુત્વના નામે પત્રિકાઓ વહેંચવા માટે ગયા એવા અનેક કાર્યકર્તાઓને જે ગામમાં આવકારો મળતો હતો એવા ગામોમાં આ ગામના લોકોએ પ્રેમપૂર્વક આટલા વખત તમે જાવ એમ કરીને પ્રેમથી પાછા વાળવાના બનાવો પણ આ લોકસભાની ચૂંટણી દરમિયાન અનેકવાર બન્યા છે.

 

પરંતુ શું ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે નુકસાન થશે એટલી જ બાબત સાથે આ ચૈત્ર વસાવાનો ઉદ્ભવ થતો પ્રભાવ એને સાથે જુઓ કે એને રાષ્ટ્રીય સુરક્ષાની સાથે જોડીને જુઓ એ વિચાર કરવાની આવશ્યકતા છે .

એક સમય હતો જ્યારે આ વિસ્તારમાં ક્રિશ્ચિયન મિશનરોનો ખૂબ પ્રભાવ હતો અને વટાળ પ્રવૃત્તિ ખૂબ મોટા પ્રમાણમાં ચાલીએ જ્યાં જ્યાં ક્રિસ્ચન મિશનરી એ પોતાની પ્રવૃત્તિ કરી છે એ વિસ્તારમાં મતાંતરણ કર્યા પછી રાષ્ટ્રનતરણ થયું હોવાની અનેક બાબતો પણ એ દેશમાં જોવા મળી છે અને નાગાલેન્ડ બોડોલેન્ડ જેવી અલગાવવાથી ઘટનાઓ પણ આ મતાંતારણ વિસ્માંતાર માં જોવા મળી છે.

હિન્દુત્વના જાગરણને કારણે આ વિસ્તારમાં જે વટાળ પ્રવૃત્તિ અને મિશનરીની પ્રવૃત્તિને જે ધક્કો લાગ્યો જે પ્રવૃત્તિ મંદ પડી અને જેને કારણે અલગ ભીલિસ્તાનની માંગણી પણ ધીરે ધીરે મંદ પડવા લાગી હતી એ ધારાસભ્ય ચૈત્ર વસાવા ના ઉદય પછી ધીરે ધીરે ફરી જાગૃત થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે ચૈત્ર વસાવા પણ જાહેરમાં અલગ ભીલીસ્તાનની માંગણી કરી ચૂક્યા ની ઘટનાઓ સામે આવી છે ત્યારે એક એવો નેતા કે જેના મનમાં અલગ ભીલિસ્તાનની માંગણી એ મનમાં રમે છે એવા વ્યક્તિની પાછળ આ ભલા ભોળા આદિવાસી સમાજનું આકર્ષણ એ આવનારા સમયમાં રાષ્ટ્રની સરક્ષા માટે પણ ગંભીર ખતરો ઊભો થશે એ ઘટનાનો પણ વિચાર કરવાની આવશ્યકતા છે.

માત્ર રાજકીય લોકોના વ્યક્તિગત હિતોને ધ્યાનમાં રાખીને વનવાસી વિસ્તારમાં કરવામાં આવતી પોલીસ કાર્યવાહી અથવા તો રાજકીય કીન્નાખોરીને કોઈક સંગઠનો એ તો રોકવી પડશે અને આ કામ જો કોઈએ કરવું હોય તો એ હિન્દુ સંગઠનો એ સક્રિય બનીને આ હિન્દુ સંગઠનના આગેવાનોએ એ તેમાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે નહીં તો આવનારા સમયમાં આ રાજકીય લોકોને મહત્વકાંક્ષાઓ અને વ્યક્તિગત અહમ એ અલગાવવડની મોટી ચિનગારી આ વિસ્તારમાં ભડકાવશે અને તેના કારણે વર્ષો સુધી હિન્દુત્વના જાગરણ માટે પોતાનું વ્યક્તિગત પરિવારિક જીવના જોખમ વગેરે સાથે વર્ષો સુધી સંઘર્ષ કરીને આજે અલિપ્ત જીવન જીવી રહેલા અનેક કાર્યકર્તાઓના આ સમર્પણને પણ ઠેસ પહોંચાડશે અને જેના કારણે આવનાર સમયમાં ભવિષ્ય માં મોટા રાષ્ટ્રહિતને નુકસાન કરનારા બનાવો આ વિસ્તારમાં બને એવી શક્યતા નકારી શકાય નહીં શું આ હિંદુ સંગઠનો વિશાળ રાષ્ટ્રીય હિતમાં સક્રિય થઈને આ રાજકીય મહત્વકાંક્ષી લોકોના કારણે આ વિસ્તારમાં હિન્દુ સમાજનો અવિભાજ્ય અંગ એવો જે આપણાથી દૂર જવાના સંકેતો મળી રહ્યા છે તેને રોકવા માટે ફરી સક્રિય થશે કે શું ?

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines