યાયાવર યુરેશિયન જેવા માણવાલાયક વિદેશી પક્ષીઓ ભરૂચ ના મહેમાન બન્યા
ભરૂચ જિલ્લાના પનોલી જીઆઇડીસી તળાવ ;ભરણ;આલિયાબેટ;કોયલી બેટ;કબીરવડ જેવા સ્થળે હજારો કિમી ની મુસાફરી કરી પક્ષી ઓ આવ્યા અને મહેમાન બન્યા છે.
હવા પ્રદુષણ અનુકૂળ ન હોવા છતાં આ વિદેશી પક્ષીઓનું આગમન પર્યાવરણ પ્રેમીઓ માટે અચરજ ઉપજાવી રહ્યું છે.હજારો કિમી દૂર થી ઉડી ને આવતા આ પક્ષીઓને અનેરું અને સુરક્ષિત વાતાવરણ મળતા અનેક પ્રકાર ના વિદેશી પક્ષીઓને જોવા જાણવા માટે ભરૂચ જિલ્લા ની પ્રજા ને ગર આંગણે અનેરો અવસર ઊભી થયો છે.
ફ્લેમિંગો સેન્દ્પાઇપાઇપ ર યુરેશિયન, કુટ,પરપલ મોરહેન,નોર્ધન સોલિવર,નોર્ધન પીનલેટ, પેઇન્ટેડ, સ્ટોક,ઇન્ડીયન સ્પોટ બિલ ડક,સ્પૂન બોલ્ડ ડક, પેલિકન સહિત અનેક જાત ના વિદેશી પક્ષીઓ આવી ને વસવાટ કરી રહ્યા છે.
આ પક્ષીઓ 20 વર્ષ થી અહી આવતા હોવાનુ જાણવા મળી રહ્યું છે.