જંબુસર.
જંબુસર તાલુકાના નોબાર ઉમરા ગામ વચ્ચે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક સવાર સિરિયસ
ટેન્કર ચાલક અકસ્માત કરી અકસ્માત સ્થળેથી ફરાર
અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા 108 મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડવામાં આવ્યો
ઇજાગ્રસ્ત સીરીયસ હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો
ભરૂચ જિલ્લાના જંબુસરથી કાવી રોડની દયનિય હાલત, અવારનવાર બનતા માર્ગ અકસ્માત માટે કોણ જવાબદાર????
જંબુસર તાલુકાના ધોરી માર્ગ સમાન રોડની બિસ્માર હાલત, અવાર નવાર માર્ગઅકસ્માતો આરોડ બનતા રહેછે અને અનેકના જીવનદીપ બુઝાયાના કિસ્સા સામે આવતા હોયછે,માટે જનતામા આક્રોશ જોવા મળી રહ્યોછે.
જંબુસરથી કાવી રોડ તાલુકાના અસંખ્ય ગામો સાથે જોડાયેલછે અને તાલુકાના પ્રવાસન તેમજ ધાર્મિકસ્થળો “કંબોઇ”તેમજ “કાવી જૈન દેરાસર”આવેલાછે, રવિવાર તેમજ અમાસ, શનિવારના દીવસે દરિયાની ભરતીના દર્શન કરવા અને લટાર મારવા ગુજરાતભરની જનતા આવેછે છતાં જંબુસર માર્ગ-વિભાગ, PWD કેમ ઘોર નિદ્રામાંછે એ કાંઈ સમજાતું નથી.
માટે આરોડ બાબતે તાલુકા વહીવટ તંત્ર અને જવાબદાર અધિકારીઓએ કુંભકર્ણ નિદ્રામાંથી જાગી જનતના હિતમાં પગલા લેવાજ રહ્યા.
રિપોર્ટર.