આશ્રમ શાળા થવાનું ગૌરવ
ખો -ખો રમતમાં યજમાન 7 ટીમને હરાવી ફાઇનલ મેચમાં આશ્રમ શાળા થવાના બાળકોનો ભવ્ય વિજય
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ભરૂચ, તપોવન સંસ્કાર કેન્દ્ર તથા DLSS સ્પોર્ટ્સ સ્કુલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ભરૂચ ખાતે રમાયેલ ખો -ખો રમતમાં યજમાન 7 ટીમને હરાવી ફાઇનલ મેચમાં આશ્રમ શાળા થવાના બાળકોનો ભવ્ય વિજય થયો હતો. તે સાથે બીજી રમતો પણ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ના 6 થી 8ના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમા(1)વસાવા સપનાબેન ગુલાબસિંગભાઈ જે 50 મીટર દોડમાં પ્રથમ ( 2) વસાવા રેખાબેન લાબી કૂદમાં પ્રથમ (3) વસાવા રેખાબેન 200મીટર જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર, મેળવી પોતાનું તેમજ શાળાનું નામ રોશન કર્યુ હતુ. તે થકી શાળાના આચાર્યા શ્રીમતી રંજનબેન વસાવા તેમજ શાળાના પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવી હતી. તે સાથે શાળા પરિવાર ,સંસ્થા પરિવાર ખુબ- ખુબ શુભેચ્છાઓ સાથે હર્ષની લાગણી વ્યક્ત કરે છે.
પત્રકાર.અમિતભાઇ