૧૫૦ જંબુસર-આમોદ વિધાનસભાના મતદારોની સુખાકારી માટે ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું
‘“જન સેવા એજ પ્રભુસેવા”ના દ્રઢ સંકલ્પ સાથે ૧૫૦ જંબુસર-આમોદ વિધાનસભાના
મતદારો દ્વારાભારતીય જનતા પાર્ટીના જંબુસર-આમોદ વિધાનસભાન ધારાસભ્ય તરીકે ડી કે સ્વામીને જંગી બહુમતી સાથે વિજય બનાવ્યા તેના કર્તવ્યના ભાગરૂપે મતદાતાઓ સાથે જીવંત સંપર્કના હેતુથી પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપી શકાય તેવા ઉમદા હેતુથી મામલતદાર કચેરી પાસે ધારાસભ્ય દ્વારા “જન સંપર્ક કાર્યાલય’”નો શુભારંભ તારીખ ૧૭-૦૨-૨૦ર૩ શુક્રવારે સાંજે ૪ઃ૦૦ કલાકે કરવામાં આવ્યુ હતું. આ જનસેવા કેન્દ્ર દ્વારા જંબુસર- આમોદ 150 વિધાનસભા ના મતદારોને સામાન્ય માં સામાન્ય કામથી લઈ જટિલ પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓમાં પ્રજાએ ધર્મ ધક્કા ના ખાવા પડે તેવા ઊંડા હેતુથી આ જન સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી આ લોકાર્પણ હર્ષ સંઘવી ગુજરાત રાજ્યના મા.મંત્રી ગૃહ તથા વાહન વ્યવહાર એવું સ્વૈચ્છિક સંસ્થા ના વરદ હસ્તે લોકાર્પણકરવામાં આવ્યું હતું આ જન સેવા કેન્દ્રમાં એક કોમ્પ્યુટર ઓપરેટર તેમજ કાર્યાલય મંત્રી તેમજ જરૂરિયાત મુજબ અઠવાડિયામાં બે દિવસ ધારાસભ્ય પોતે ઉપસ્થિત રહેશે જંબુસર 150 વિધાનસભાના મતદારોએ વિધાનસભામાં સૌપ્રથમ વખત આટલી મોટી જનમેદની સાથે પ્રથમ વખત જીત અપાવી છે અને જન સેવા એ પ્રભુ સેવાના ઊંડા હેતુ સાથે શરૂ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કર્યા બાદ BAPS સ્વામીનારાયણ મંદિર સભા ગૃહ ખાતે જનસભા સંબોધી હતી આ પ્રાસંગિક કાર્યક્રમ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ વિજય થયેલ ધારાસભ્યઓનું સન્માન કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આપના વિસ્તારના મતદારોએ આટલી મોટી જંગી બહુમતીથી વિજય બનાવ્યું અને આપના વિસ્તારના ધારાસભ્ય એ છૂટાયા ના પ્રથમ જ સપ્તાહમાં મુલાકાત લેતા હોય અને આ પ્રથમ ધારાસભ્ય એવા હતા કે જેઓ જંબુસર મતવિસ્તારના વિકાસના કામો લઈ મારી મુલાકાત લીધી હતી તેવું જણાવ્યું હતું
આ કાર્યક્રમ હર્ષ સંઘવી મા.મંત્રીશ્રી ગૃહ તથા વાહન વ્યવહાર એવું સ્વૈચ્છિક સંસ્થા,જનકભાઈ બગદાણા પૂર્વ ધારાસભ્ય તથા પ્રભારી-ભરૂચ,અતિથિ વિશેષ
મનસુખભાઈ વસાવા,સાંસદ લોકસભા, મારૂતિસિંહ અટોદરિયા પ્રમુખ ભરૂચ જિલ્લા ભા.જ.પા,
રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય ભરૂચ,પ.પૂ. સ્વા. શ્રી વિદ્યાનંદજી મહારાજ સ્તંભેશ્વર મહાદેવ, કાવી કંબોઇ, જંબુસર શહેર તથા તાલુકા આમોદ શહેર તથા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જંબુસર આમોદ જૈન સંઘ દ્વારા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ હર સંઘવીને ફૂલહાર તેમજ સાલ ઓડાવી સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર જંબુસર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો