3જી મૅ પ્રેસ ફ્રીડમ ડે.. છતાં બે હજાર પત્રકારોની હત્યા !!
પત્રકારો ઉપર થતા હુમલાઓને કારણે જાગૃત થયેલા સૈયુક્ત રાષ્ટ્રએ વર્ષ 1993માં આજના દિવસને પ્રેસ ફ્રીડમ ડૅ જાહેર કરાયો હતો. યુનેસ્કોની ભલામણથી સૈયુક્ત રાષ્ટ્ર દ્વારા અભિવ્યક્તિની આઝાદીનું સન્માન કરવા તેમજ પત્રકારો ઉપર થતા હુમલાઓ ખતમ કરવાના ઇરાદે પ્રેસની સ્વાયત્તા માટે પ્રેસ ફ્રીડમ ડૅ જાહેર કરવામાં આવ્યો હતો. યુએન દ્વારા વિશ્વના તમામ દેશમાં પત્રકારોની સુરક્ષા મામલે નિર્દેશિકા આપવામાં આવી હતી અને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમ છતાં આંતરરાષ્ટ્રીય પ્રેસ ફ્રીડમ ડૅને આજે ત્રણ દાયકા પૂર્ણ થયા જે દરમ્યાનના આંકડા ચોંકાવનારા છે. વર્ષ 1995થી સૈયુક્ત રાષ્ટ્ર દ્વારા પત્રકારો ઉપર હુમલા તેમજ હત્યા અંગે નોંધ રાખવાની શરૂઆત કરવામાં આવી. વર્ષ 2022 સુધી છેલ્લા 27 વર્ષના સૈયુક્ત રાષ્ટ્રના ડેટા મુજબ કુલ 1980 પત્રકારોની ફરજના ભાગ રૂપે હત્યાઓ થઇ ચુકી છે. તે જોતા એક વર્ષ દરમ્યાનમાં વિશ્વમાં એવરેજ 73 પત્રકારોની હત્યા થઇ રહી છે. આ મામલે યુનેસ્કોનું કહેવું છે કે માત્ર છેલ્લા દસ વર્ષમાં જ આખા વિશ્વમાં લગભગ 962 પત્રકારોએ તેઓની ફરજને કારણે જીવ ગુમાવવાની નોબત આવી છે. જેમાં મહિલા પત્રકારોનો પણ સમાવેશ થાય છે. જે જોતા છેલ્લા બે દાયકા કરતા આ દાયકામાં પત્રકારોની હત્યાના બનાવમાં વધારો જોવા મળ્યો છે. પાછલા દાયકા કરતા આ દાયકામાં પત્રકારો સાથે હિંસાના બનાવમાં જોવા મળ્યો છે. જો કે ગત વર્ષે પત્રકારોની હત્યાના મામલામાં 14%નો ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2022માં જ 57 પત્રકારોની હત્યા થઇ છે જયારે સૌથી વધુ હત્યાઓ વર્ષ 2012માં નોંધાઈ હતી જેમાં 147 પત્રકારોને ફરજ દરમ્યાન મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. યુનાઇટેડ નેશન્સ દવારા તમામ સરકારોને નિર્દેશ આપવમાંમાં આવ્યા છે કે તેઓના દેશમાં પત્રકારોની સ્વાયત્તા, સુરક્ષા અને તેઓના માનવ અધિકારોની જાળવણીની ફરજ સરકારની રહેશે તેમ છતાં વર્ષ 1993માં સૈયુક્ત રાષ્ટ્રમાં ખરડો પસાર થયા બાદ વિશ્વમાં 1980 પત્રકારોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે લોકોને ન્યાય અપાવવા માટે કોઈ પણ તાકાતવર વ્યક્તિ કે સિસ્ટમ સામે ભીડાઈ જતા પત્રકારો આજ સુધી પોતાની જમાતને ન્યાય અપાવી શકવામાં નબળા પુરવાર થયા છે. પત્રકારોની હત્યાના મામલામાં 10માંથી 9 ગુનાઓમાં આરોપીઓ નિર્ધોષ છૂટે છે. આવા ગુનામાં ગુનેગારો સામે ખાટલો ચલાવી તેમને કસૂરવાર ઠહેરાવવા જોઈએ જેથી પત્રકારો સામે હિંસામાં ઘટાડો થાય, દાખલ રૂપ સજા આપી ઉદાહરણ બેસાડવું જોઈએ તેને સ્થાને 10માંથી 9 આરોપીઓ નિર્દોષ છૂટી રહ્યા છે. પત્રકારોની સલામત જળવાય તેમજ સ્વસ્થ સમાજની રચનામાં મદદ મળે તેવું વાતાવરણ સર્જવામાં વિશ્વના તમામ દેશ નિષ્ફળ રહ્યા છે. અભિવ્યક્તિની આઝાદી અને તેનું સન્માન દરેક વ્યક્તિ કરે તે જરૂરી છે. વિશ્વ સામે 1980 પત્રકારોની હત્યાનો આંકડો આવ્યો છે પરંતુ પત્રકારો ઉપર હુમલાનો આંકડો ખુબ મોટો છે.
પત્રકારોની હત્યાના છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો જગત જામરદાર અમેરિકામાં 176 પત્રકારોની હત્યા થઇ ચુકી છે. જયારે આરબ દેશમાં 197 પત્રકારોની ફરજ દરમ્યાન હત્યા થઇ છે. આરબ દેશો સિવાયના એશિયાના બીજા દેશોમાં 180 પત્રકારો વ્યક્તિગત હુમલા અને હિંસામાં હોમાઈ ચુક્યા છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં આફ્રિકામાં 86 અને યુરોપમાં 52 પત્રકારોની હત્યા થઇ ચુકી છે. ત્યારે કમિટી ઓફ પ્રોટેક્ટ જર્નાલિસ્ટના તાજા અહેવાલ મુજબ આખા વિશ્વની સરકારો દ્વારા તેઓની નીતિઓની ટીકા કરવા તેમજ વિરુદ્ધમાં સમાચાર પ્રસારિત કરવાને કારણે વર્ષ 2022માં જ 363 પત્રકારોને જેલમાં નાખવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ચીનમાં 99 પત્રકારોને જેલમાં બંધ કરાયા હતા. ત્યારે મ્યાનમારમાં 62, ઈરાનમાં 47, વિયેતનામમાં 39, બેલારુસમાં 31 અને રસીરિયામાં 27 પત્રકારોને સરકારો દવારા જેલમાં પૂરવામાં આવ્યા હતા. હાલમાં આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડૅ 2023ના રોજ પણ વિષમ 533 પત્રકારોને વિશ્વની અલગ અલગ સરકારો દ્વારા જેલમાં બંધ કરી રાખવામાં આવેલા હોવાનું નોંધાયું છે.
– કેયુર જાની (સિનિયર પત્રકાર) હાલોલ