આ દેશની સંસ્કૃતિ વીર ભોગ્યા વસુંધરા ની છે -પ.પૂ. સ્વામી સત્યેન્દ્રજી (વાનપ્રસ્થ આશ્રમ રોજડ)
સંઘશિક્ષા વર્ગ પ્રથમ વર્ષના ઉદ્ઘાટન સત્રમાં આશીર્વચન આપતા પ.પૂ. સ્વામી સત્યેન્દ્રજી જણાવ્યું કે, આપણો દેશ આર્યાવર્તને પુરાતન સંસ્કૃતિ ધરાવનાર અતિ પ્રાચીન દેશ છે. આ દેશ અસંખ્ય ત્યાગી, તપસ્વી અને શુરવીરોની ભૂમિ છે. જેમ સમરથ કો નહિ દોષ ગુસાઈ તેમ શક્તિશાળીની હંમેશા પ્રશંસા થાય છે માટે જ્ઞાનની સાથે સામર્થ્ય યુક્ત બનવું જોઈએ.
ગુજરાત પ્રાંત સહકાર્યવાહ સુનિલભાઈ બોરીસાએ જણાવ્યું છે. આ વર્ગ માટે ભોજનમાં રોજ 350 પરિવારમાંથી રોટલી આવે છે અન્ય વિશેષ પ્રયોગોમાં વર્ગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરી પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષો વાવવા, પાણી બચાવો મુખ્ય છે. આ વર્ગની પૂર્ણાહુતિ (સમારોપ) દિનાંક 28/5/2023 ના રોજ સાંજે 5:00 વાગ્યે રહેશે
સંઘશિક્ષા વર્ગના કાર્યવાહ શ્રી સુબાભાઈ સુથારએ જણાવ્યું કે આપણે આ 20 દિવસ પરિવારથી દૂર કઠોર સાધના કરીએ છીએ ત્યારે શારીરિક, માનસિક અને ભાવનાત્મક તપ કરી આ સાધના પૂર્ણ કરીએ.
ઉપર્યુક્ત વર્ગ ઉમા સંસ્કાર તીર્થ ચંદ્રાલા જિલ્લો ગાંધીનગર ખાતે યોજાઇ રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા અને કર્ણાવતીના 262 શિક્ષાર્થીઓ ભાગ લઈ રહ્યા છે સાથે તેમના પ્રશિક્ષણ માટે 22 શિક્ષકો ઉપસ્થિત છે.