આજરોજ તારીખ 13 5 23 ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું બ્રિજને ફૂલહાર થી ભવ્ય રીતે સજાવવામાં આવેલો હતો શણગારેલો એટલો જબરજસ્ત હતો કે એકવાર આપણે એને જોયા કરીએ આ લોકાર્પણના સ્થળથી માત્ર 100 ફૂટના અંતરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ આવેલું છે લોકાર્પણ કરવા માટે સુરત જિલ્લાના મંત્રી તથા સાંસદ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા અને બીજા અનેક નાના મોટા કાર્યકર્તાઓ તથા કિમ ગામની જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી લોકોને એટલો આનંદ અને ઉત્સાહ હતો કે ભીમ સૈનિકો પણ એટલી જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત ભીમ કમિટીએ મંત્રી શ્રી મુકેશ પટેલ ને તથા સંસદ સભ્ય ને લેખિત ચિઠ્ઠી દ્વારા બાબાસાહેબ ના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં જણાવેલું હતું. પરંતુ આ કહેવાતા નેતાઓએ બાબાસાહેબની અવગણના કરી અને સ્ટેચ્યુને ફૂલહાર ચડાવેલો ન હતો ફક્ત 100 ફૂટના અંતરે મેઇન રોડ પર જ ઉદ્ઘાટન મંડપની બાજુમાં બાબાસાહેબનું સ્ટેચ્યુ છે જ્યારે પણ નેતાઓને વોટની જરૂર હોય ઇલેક્શન આવતું હોય ત્યારે બાબાસાહેબના સ્ટેચ્યુને ફુલહાર અને હારતોરા કરે છે અને એ રીતે સમાજની જનતાને ખાસ કરીને એસસી એસટી ઓબીસી અને માઈનોરીટી ને આ રીતે ગુમરાહ કરી અને વોટબેંક ઊભી કરવાની કામગીરી કરે અને ઇલેક્શન જીતી ગયા પછી સમાજની લાગણી શું છે તે કહેવાતા નેતાઓ સમજતા નથી જે નેતાઓ બાબા સાહેબના સંવિધાન થકી આજે મોટા નેતા બન્યા છે તે બાબાસાહેબના ઉપકારો ભૂલી જઈને તેમની અવગણના કરી રહ્યા છે આવા મનુવાદી માનસિકતા ધરાવતા નેતાઓને ફરીવાર વોટ આપી જીતી લાવવા કે કેમ તે એક મોટો પ્રશ્ન છે ઇલેક્શન વખતે વોટ માટે બાબાસાહેબને હાર તોરા કરતા હોય છે હાર તોરા કરી બાબાસાહેબ ની વિચારધારાના લોકોને ગુમરાહ કરી વોટ મેળવી લે છે અને એ રીતે એમની લાગણીઓ સાથે ખીલવડ કરતા હોય છે અમુક કાર્ય કરતા કહે છે કે તેઓ બ્રીજના ઉદઘાટન માટે આવેલા તેમાં બાબા સાહેબની ક્યાં અવગણ ના થઈ આ બાબતે ભીમ કમિટીનું એમ કહેવું છે કે ઇલેક્શન આવે ત્યારે તમે ફક્ત વોટ માગીને કેમ જતા નથી રહેતા ત્યારે કેમ હાર તોરા કરો છો કેમ બાબા સાહેબ ને યાદ કરો છો તમારી માનસિકતા આવી જ છે આવી માનસિકતાવાળા ક્યારેય દેશનું ભલું ન કરી શકે ક્યારેય દેશનું હિત ન કરી શકે આવા લોકોની નેતાઓની જનતાએ શાન ઠેકાણે લાવવી જરૂરી છે એમ રોસ ભીમ સૈનિકોમા જોવા મળ્યો હતો