Home » समाचार » અજાણી યુવતી નો મૃતદેહ મળ્યો

અજાણી યુવતી નો મૃતદેહ મળ્યો

વાગરા : અલાદર નજીકથી અજાણી યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો

મૃતદેહ નજીક શરીરના અવશેષો પણ જોવા મળ્યા

મુલેરથી દહેજને જોડતા માર્ગ પર આવેલ અલાદર ગામ નજીકની ઘટના

વાગરા પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી

વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ ઘટના સ્થળે પોહોંચી વધું તપાસ હાથ ધરી છે.

આજરોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં મુલેરથી દહેજને જોડતા માર્ગ ઉપર અલાદર ગામ નજીક રોડની સાઈડમાં વિકૃત હાલતમાં એક યુવતીનો મૃતદેહ પડ્યો છે. અને મૃતદેહની આસપાસ કાગડાઓ મંડરાઈ રહ્યા હોવાની જાણ મહાવીર સોલ્ટની બહાર દુકાન ચલાવનાર સુરેશ નામના યુવકે અદાલર ગામના સરપંચ વસંત ભાઈને કરી હતી. બનાવની જાણ થતાંજ અલાદર ગામના સરપંચ વસંત ભાઈ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી જોતા રોડની સાઈડમાં વિકૃતમાં હાલતમાં એક અજાણી યુવતીનો મૃતદેહ પડ્યો હતો. અને મૃતદેહની આસપાસ મૃતક યુવતીના શરીરના અવશેષો પણ જોવાયા હતા. અલાદર ગામના સરપંચ વસંત ભાઈએ માનવતાના ધોરણે વિકૃત પડેલ મહિલાના મૃતદેહ ઉપર કપડુ ઢાંકી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. ત્યાર બાદ વસંત ભાઈએ ઘટના અંગેની જાણ વાગરા પોલીસને કરતા વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યા છે કે અકસ્માતે મોત છે.? તે દિશામાં વાગરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?