ભરૂચ જિલ્લામાં પતિથી તડછોડાયેલી અને કરોડપતિ બનવાનું સ્વપ્નું જોતી સુનિતા પટેલ આવી ગઈ પોલીસનાં શંકજામાં…
સુનિતા પટેલ પત્રકારોને ગેરમાર્ગે દોરી તોડપાણી કરવા લઈ જતાં ભાજપના આઈ.ટી.સેલ સભ્ય અને એસ.સી.મોરચાના જિલ્લા મંત્રી પણ બની ગયા ખંડણીના આરોપી…!!!
સુનિતા પટેલે ભરૂચ જિલ્લાનાં અનેક ઉદ્યોગોમાં લાખ્ખોનો તોડ કર્યો હોવાનો આરોપ… શું પોલીસ તમામ તોડની રકમ રીકવર કરશે…?
અંકલેશ્વરની કંપનીમાં બે લાખની માંગણી કરી કેસ રફેદફે કરવાના પ્રકરણમાં સુનિતા સહિત ૪ લોકો સામે ખંડણીનો ગુનો દાખલ
ભરૂચ જિલ્લો અને તેમાય ઉદ્યોગો સોનાની ખાણ માનવામાં આવે છે અને ગેરકાનુની પ્રવૃતિઓ ઉદ્યોગોમાં ચાલતી હોવાનાં આક્ષેપ સાથે ગણી વખત લેભાગુ તત્વો ફોરવ્હીલ ગાડીમાં અધિકારીની જેમ એન્ટ્રી પાડી કંપનીનાં ઉદ્યોગપતિઓને છેતરવા નિકળી જતાં હોય છે. પરંતુ આવી ગેંગનાં કયારે ગ્રહો બદલાય જાય અને કોઈ વખત રૂપિયા મળી પણ જાય અને કોઈ વખત પોલીસનાં શંકજામાં આવી પણ જવાય. અંકલેશ્વરમાં આવી જ ગેંગ ખંડણીનાં ગુનામાં જેલ કસ્ટડીમાં આવી ગઈ છે.
ભરૂચ જિલ્લામાં કોરોના કાળ વખતે ગુટખાનો મોટો જથ્થો સંતાડયો હોવાના ગોડાઉનમાં સુનિતા સુરેશ પટેલે અધિકારી તરીકેની પોતાની ગેંગ સાથે રેડ કરી હતી અને તેમા પણ તે જેલ કસ્ટડી ભોગવીને આવી છે તડઉપરાંત દહેજની એક કંપનીમાં પ્રદૂષિત પાણીનાં સેમ્પલ લેવાનું નાટક કરી રૂપિયાનો તોડ કરવાનો પ્રયત્ન કર્યો હતો જે અંગેના સી.સી.ટી.વી. પણ વાયરલ થયા હતા. જે પ્રકરણમાં પોલીસે તપાસ કરી ન હતી ત્યારબાદ અંકલેશ્વર–પાનોલીમાં બરફની ફેકટરી ઉપર રેડ પાડી હતી પણ કંપનીનાં માલિકે આ ગેંગને માફી મંગાવી હતી એટલું જ નહીં આ જ સુનિતાએ ભરૂચ જિલ્લામાં ચાલતા સ્પામાં દર માસિક હપ્તો લેવાનો પણ સી.સી.ટી.વી. સામે આવ્યા છે એટલું જ નહિ આજ સુનિતા પટેલે એસ.પી. મારી બહેનપણી છે…? કહીને પણ અનેક સ્થળોએ મસમોટો રૂપિયાનો તોડ કર્યો છે. ત્યારે આ સુનિતા પટેલને ખરેખર તડીપાડ કે પાસા કરવાની જરૂર છે કારણ કે રૂપિયા કમાવવા માટે હંમેશા અલગ અલગ વિભાગના અધિકારીઓની પોતે ઓળખ આપી તેમજ સ્ક્રેપ માર્કેટનાં ગોડાઉનમાં પણ રૂપિયાનો તોડ કર્યો છે. ત્યારે આવી મહિલાના પાપે પત્રકારોની છબી ખરડાઈ રહી છે.
અંકલેશ્વરમાં ઉદ્યોગપતિ કિશોરભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અમો કેમિકલ ઉદ્યોગ ધરાવીએ છીએ અને બપોરના સમયે એક મહિલા કે જે અધિકારી હોવાની ઓળખ આપી અમારે ત્યાં આવી હતી અને અમારી પાસે કંપનીના લાયસન્સની માંગણી કરી હતી અને અમોએ લાયસન્સ નહી બતાવતા કહયું હતું કે તમારે કેસ રફેદફે કરવો હોય અને અહીંથી જ પતાવી દેવું હોય તો અમોને ચાર જણાના બે લાખ રૂપિયા આપી દો. નહીં તો ફેકટરી બંધ કરાવી દઈશ. ફરીયાદીને શંકા જતાં અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખને ફોન મારફતે જાણ કરી હતી અને તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસ દરમ્યાન આ ગેંગ ઉદ્યોગ આલમમાં અનેક લોકો સાથે છેતરપીંડી અને બોગસ અધિકારીઓની ઓળખ આપી રૂપિયાઓની ઉઘરાણી કરી હોય જેનાં કારણે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ખંડણીખોર સુનિતા સુરેશ પટેલ સહિત તેના સાગરીતોની ધરપકડ કરી પોલીસ મથકે લઈ જઈ ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો.
આ સુનિતા પટેલે આ સિવાય પંદર જ દિવસમાં લાખ્ખો રૂપિયાનો તોડ કંપનીઓમાંથી કર્યો હોવાનું સામે આવતા અનેક છેતરાયેલા ઉદ્યોગપતિઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેઓએ પણ પોલીસ ફરીયાદ દાખલ કરવાની કવાયત હાથ ધરી હતી. જો કે પોલીસે પણ આવી મહિલા સુનિતા પટેલ સામે નકકર કાર્યવાહી થાય તેવી આઈ.પી.સી.ની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે. કારણ કે સુનિતા પટેલે અનેક અલગ અલગ વિભાગના અધિકારીઓની ઓળખ આપી રૂપિયા ઉઘરાવ્યા હોવાની પણ ફરીયાદો ઉઠી છે.
બોક્ષ
કોની કોની સામે ફરીયાદ
(૧) સુનિતાબેન સુરેશભાઈ પટેલ ( બોગસ અધિકારી)
(ર)વિનોદભાઈ નાથુભાઈ જાદવ (ભાજપ એસ.સી.મોરચાના જિલ્લા મંત્રી)
(૩) ભરતભાઈ દિનેશભાઈ મિસ્ત્રી (ભાજપ આઈ.ટી.સેલ સભ્ય)
(૪) મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવા (સુનિતાનો પી.એ.)
બોક્ષ
કોણ છે સુનિતા પટેલ…?
સુનિતા પટેલ અનેક સ્થળોએ અધિકારીઓ તરીકેની ઓળખ આપી રોકડ રકમનો વહીવટ કરતી હોવાની અનેકવાર બુમો ઉઠી હતી અને તેણીએ અનેક જગ્યાએ વિવિધ વિભાગના અધિકારીઓ તરીકેની ઓળખ આપી લાખ્ખો રૂપિયાનો વહીવટ કર્યો હોય ત્યારે હાલ તો ઝડપાયેલી સુનિતા પટેલના રીમાન્ડમાં અત્યાર સુધીમાં ઉઘરાવેલા રૂપિયા કેટલાં રીકવર કરાઈ છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.
બોક્ષ
સુનિતા પટેલે સ્પામાં માસિક રૂપિયા ઉઘરાવતી હોવાની ફરીયાદ
તાજેતરમાં એક સ્પાનો વિડીયો વાયરલ થયો છે જેમાં સુનિતા પટેલ સ્પાની ઓફીસમાં અધિકારી તરીકેની એન્ટ્રી પાડે છે અને તેણીએ તારે સ્પા ચલાવવું હોય તો માસિક રૂપિયા આપવા જ પાડશે અને દર મહિને સ્પા ઉપર આવી રૂપિયા લઈ જતી હોય છે અને તેના સી.સી.ટી.વી.માં પણ તે દેખાઈ છે. ત્યારે આ સુનિતા પટેલ સ્પામાં પણ રૂપિયા ઉઘરાવવાનું ચુકતી નથી. ત્યારે ખરેખર આ સુનિતાના આંતકથી સાચા પત્રકારો અને અધિકારીઓની છબી ખરડાઈ રહી છે.
બોક્ષ
સુનિતા પટેલ પાસે કોઈ ઓળખ કાર્ડ ન હોય તો છેતરપીંડીનો ગુનો ન બને…?
પત્રકારનો વ્યવસાય હવે લે–ભાગુ જેવો થઈ ગયો છે. સવાર પડે એટલે કોઈપણ યુ–ટયુટબ ચેનલનાં પત્રકાર બની જવાનું અને બસ નિકળી પડવાનું ફોરવ્હીલર ગાડી લઈને અને અધિકારીઓ તરીકેની રોફ બતાવી કરી લાવવાની ઉઘરાણી. બસ સુનિતા પટેલનો આજ હતો ધંધો પણ કહેવાય છેને દર વખતે હાથમાં મણી ન આવે પણ કોઈ દિવસ લોખંડના સળીયા પકડવાનો વારો પણ આવી જાય…?