Home » Uncategorized » પ્રધાનમંત્રી સંગ્રહાલય માં 6 લાખ મુલાકાતી

પ્રધાનમંત્રી સંગ્રહાલય માં 6 લાખ મુલાકાતી

#પ્રધાનમંત્રી_સંગ્રહાલય

પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં એક વર્ષના ગાળામાં
છ લાખ થી વધુ મુલાકાતીઓ આવ્યા….
~~~~~~~~~~~~~~~~~~~~~~~~,~~,

????નહેરુ મેમોરિયલ એન્ડ મ્યુઝીયમ લાયબ્રેરી સોસાયટી’
હવેથી #પ્રધાનમંત્રી મેમોરિયલ એન્ડ મ્યુઝીયમ લાયબ્રેરી સોસાયટી નામકરણ થયું

????આ સોસાયટીના અધ્યક્ષ તરીકે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે, ઉપાધ્યક્ષ શ્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય પ્રધાન શ્રી અમિતભાઇ શાહ, શ્રીમતી નિર્મલા સીતારમણ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રી જી કિશન રેડ્ડી, શ્રી અનુરાગ ઠાકુર વગેરે 29 તેના સભ્યો છે. આ 29 સભ્યોમાં પ્રોફેસર કમલેશ જોષીપુરા, વરિષ્ઠ લેખક કિશોર મકવાણા, ઇતિહાસવિદ્ રિઝવાન કાદરી પણ તેના સભ્યો છે.

????દાતાઓની શરતોને કારણે વર્ષોથી બંધ પડેલા અત્યંત દુર્લભ એવા પત્રો દસ્તાવેજો જાહેર જનતા માટે ખોલી નાખવા નો ઐતિહાસિક નિર્ણય લેવાયો~હવેથી માત્ર બિનશરતી રીતે જ દસ્તાવેજો સ્વીકારશે .

????દોઢ કરોડ ડિજિટલાઇઝ સહિત નવ કરોડ થી વધારે અમૂલ્ય ઐતિહાસિક દસ્તાવેજો સાથે પ્રધાનમંત્રી સંગ્રહાલય અંતર્ગત નું અભિલેખાગર વૈશ્વિક સ્તર નું સંશોધન કેન્દ્ર .

????દુર્લભ અખબાર,ઐતિહાસિક તસ્વીરો~ ભાષણો ,રસપ્રદ માઇક્રો ફિલમ સહિત ની બાબતો વિશ્વભરના સંશોધકો ને આકર્ષી રહેલ છે.
***********************************
થોડા સમય પહેલા નવી દિલ્હી ખાતે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ લાઇબ્રેરી સોસાયટીની મહત્વની બેઠક ઉપાધ્યક્ષ શ્રી રાજનાથ સિંહજી ની અધ્યક્ષતામાં મળી હતી અને એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી નૃપેન્દ્ર મિશ્રાએ આ પ્રસંગે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી, બેઠકમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન તથા વિદેશ રાજ્ય મંત્રી શ્રી મુરલીધરનજી સહિત સોસાયટી ના સભ્ય એવા દેશના મુર્ધન્ય અગ્રણીઓએ હાજરી આપી હતી
એક વર્ષથી ઓછા સમયગાળામાં તૈયાર કરવામાં આવેલ પ્રધાનમંત્રી સંગ્રહાલય અંતર્ગતના સાઉન્ડ એન્ડ લાઇટ શો એ સમગ્ર દેશમાં આકર્ષણ જમાયું છે અને સાથોસાથ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અતુલનીય એવી અંતરીક્ષ યાત્રા ની સાથોસાથ હવે સપ્ટેમ્બર ૨૦૨૩ થી પ્રધાનમંત્રી સંગ્રહાલય ની અંદર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અત્યંત રોચક ગાથા લાઈટ એન્ડ સાઉન્ડ સોના માધ્યમથી શરૂ થઈ જશે, આઝાદીના અમૃત મહોત્સવ ના વિશેષ ઉપલક્ષ્યમાં આ શ્રેષ્ઠ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે જેને કારણે વર્તમાન પેઢીને સ્વાતંત્રતાના સંગ્રામ ના વિવિધ આયામોની પૂર્ણપણે જાણકારી મળી રહે.
હા ઉલ્લેખનીય એટલે 2020 ની સાલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશના પ્રત્યેક પ્રધાનમંત્રી શ્રીઓ દ્વારા તેઓના પ્રદાન તેમજ તેઓના જીવન સંદર્ભે આ પ્રત્યેક પ્રધાન મંત્રીઓ પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અર્થે પ્રધાનમંત્રી સંગ્રહાલય તૈયાર કરવા અર્થે નું નિર્ધાર કર્યો અને એપ્રિલ 2022 ની સાલ ની અંદર વૈશ્વિક સ્તરનું પ્રધાનમંત્રી સંગ્રહાલય તૈયાર થયું. વિશેષ સ્વરૂપે યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ટૂંકા ગાળામાં દેશભરમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય ખૂબ જ લોકપ્રિય થયું છે અને પ્રત્યેક દિવસે વિવિધ રાજ્યોમાંથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ થી લઈ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા આબાલ વૃદ્ધ તમામ નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાતે આવી રહેલ છે.
અત્યંત મહત્વની બાબત એટલે અગાઉ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી જે લોકોએ પોતાના પાસે રહેલા દુર્લભ દસ્તાવેજો આપ્યા છે તે દસ વર્ષ સુધી નહીં ખોલવાની શરતે આપેલા હતા અથવા તો આ દસ્તાવેજો વાંચવા કે ખોલવા માટે જે તે દાતાઓએ કે અગ્રણીઓના પરિવારજનોએ અનેકવિધ શરતો મૂકી હતી અને તેમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લઈ આ તમામ પ્રકારના દુર્લભ દસ્તાવેજો જાહેર જનતા માટે ઉપલબ્ધ બનાવવા અર્થોનો નિર્ણય કર્યો છે.
મુકાયેલા દસ્તાવેજો ની અંદર વર્ષોથી બંધ પડેલા પ્યારેલાલ પેપર્શ, નયન તારા સહગલ પેપર્સ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્ર દેસાઈ પેપર્સ,, ટીવી માવલંકર પેપર્સ, જેના અંગે ખૂબ જ ચર્ચા થયેલી તે જીડી ખોસલા પેપર્સ, હનુમનથૈયા પેપર્સ સહિત ખાસ કરીને રાજનૈતિક ક્ષેત્ર માટે અત્યંત મહત્વના એવા પત્રો જાહેર જનતા માટે આવશ્યક વ્યવસ્થા સાથે ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે અને સમગ્ર રીતે જોતા ખાસ કરીને હવે માત્ર ચાર જેટલા જ કલેક્શન બંધ છે જેને ખોલવા માટે પણ દાતાઓ સાથે ચર્ચા ચાલી રહેલ છે અને હવે ભવિષ્યમાં આ પ્રકારના દસ્તાવેજો કે પત્રોને ગુપ્ત રાખવાની શરતો સાથે સ્વીકારશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી સંગ્રહાલય ની સાથોસાથ સંસ્થા પાસે ખાસ કરીને વૈશ્વિક સ્તરની લાઇબ્રેરી તેમજ ઉત્કૃષ્ટ અભિલેખાગાર છે, વર્તમાન સમયની અંદર નવ કરોડ કરતાં વધારે આરકાઇવલ પેજ , અખબાર, દુર્લભ તસવીરો, માઇક્રો ફિલ્મ તેમજ ઇન્ડિયા હાઉસ કલેક્શનના સ્વરૂપમાં શ્રેષ્ઠતમ દસ્તાવેજો સચવાયેલા છે જેનો દેશભરના સંશોધકો ઇતિહાસવિદો લાભ લઈ રહેલ છે.
લાઇબ્રેરી ઉપરાંત પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં પાંડુલીપી વિભાગ, પ્રકાશન વિભાગ, સામસામાનિક વિભાગ, રેપ્રો ગ્રાફી, મૌખિક ઇતિહાસ વિભાગ તેમજ તારામંડળ વિભાગ સહિત અનેક વિભાગો કાર્યરત છે, તાજેતરમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય દ્વારા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને મેઘાવી રાજપુરુષ શ્રી અટલ બિહારી બાજપાઈજી ના પસંદ કરાયેલ પ્રવચનો અને ખાસ કરીને સંસદના તેમના પ્રવચનો ને આવરી લઈ અને નવ ભાગમાં ખૂબ જ શ્રેષ્ઠતમ પ્રકાશન થયું છે આ એક ખૂબ જ મહત્વનું અને રસપ્રદ એવું પ્રકાશન છે આ ઉપરાંત આ પહેલા ચક્રવર્તી રાજગોપાલાચારી રાજાજી સમગ્ર, તથા થોડા વર્ષો પૂર્વે આચાર્ય નરેન્દ્ર દેવ સમગ્ર પ્રકાશન કરવામાં આવ્યું હતું.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?