સામાજિક સમરસતા મંચ વડોદરા મહાનગર દ્વારા વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના ગામેઠા ગામે હિન્દૂ સમાજના અનુસૂચિત જાતિ વર્ગના વડીલના પાર્થિવ શરીરને ગામમાં પ્રભુત્વ ધરાવતા ગ્રામજનોએ ગામના મુખ્ય સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવાથી રોકવામાં આવ્યા અને એમના પાર્થિવ શરીરને બહાર ખુલ્લી જગ્યામાં અગ્નિસંસ્કાર કરવાની ફરજ પાડવામાં આવી.
સામાજિક સમરસતા મંચ ગ્રામજનોના આવા જક્કી વલણને વખોડી નાખે છે એ બાબતે અને સમસ્ત ગુજરાતમાં જ્યાં સુધી ગામ દીઠ એક જ સ્મશાનની કલ્પના સાકાર ના થાય ત્યાં સુધી અનુસૂચિત જાતિ સમાજ માટે ઊંચાણવાળા સ્થાનો પર અદ્યતન સ્મશાન બનાવી આપવા અને એ સ્મશાનો સુધી ચોમાસામાં પણ સરળતાથી પહોંચવા માટે રોડ રસ્તા બનાવી આપવાની માંગણી કરતું આવેદન તારીખ 04/08/23ના રોજ સાંજે 5 વાગે વડોદરાના માનનીય કલેકટરશ્રીને આપવામાં આવ્યું.
ઉપરોક્ત આવેદન આપતી વખતે વડોદરા મહાનગર સામાજિક સમરસતા મંચ વડોદરાના સંયોજક, સહસંયોજક તથા ટોળી કાર્યકર્તાઓ લક્ષ્મણભાઈ પારેખ, જગન્નાથભાઈ, ભુપેન્દ્રભાઈ ઝા, સંજયભાઈ શાહ તથા વિભાગ સંયોજક જગદીશભાઈ પોપટ ઉપસ્થિત રહયા.
આ પહેલા તારીખ 03/08/23 ના રોજ સાંજે 7 વાગે ગામેઠા ગામે સામાજિક સમરસતા મંચ ટોળી કાર્યકર્તાઓ પ્રાંત સહસંયોજક ભાઇલાલભાઈ પટેલ, વિભાગ સંયોજક જગદીશભાઈ પોપટ,જિલ્લા સંયોજક વિક્રમસિંહ પઢીયાર, વડોદરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ સંજયભાઈ પટેલ ગામેઠા ગામે સ્થળ મુલાકાત લીધી હતી. પીડિત અનુસૂચિત જાતિ વર્ગના જ્ઞાતિજનો અને ગામના મુખ્ય પઢીયાર જ્ઞાતિના અગ્રણીઓ સાથે બેઠક કરી ઘટનાની માહિતી મેળવી હતી. ગામમાં હવે શાંતિ જળવાઈ રહે અને સામાજિક સોહાર્દભર્યું વાતાવરણ બનાવી રાખવા વિનંતી કરી હતી.