- ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના” વેડચ “ગામના ચમારિયા(બંગાલિયા) વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને આવવું પડેછે ગામમાં શાળાએ.
તાલુકાનુ વેડચ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામછે, હવેલી ટપ્પા વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણી શકાય વાકળ વિસ્તાર કારેલી, કહાનવા, વેડચ, ગજેરા જેવા ગામોમાંથી લોકોએ ખોબલે-ખોબલે મત આપ્યાછે છતાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યોછે.
ભારતીય જનતા પાર્ટીનું સારુ એવું નેતૃત્વ હવેલીટપ્પા માંથી જિલ્લા કક્ષાનું નેતૃત્વ વેડચ ગામના નેતાઓ કરતાં હોય ગ્રામ પંચાયત અને નેતાઓ દ્વારા વગા અને ખેતરોમાં રહેતી ભોળી જનતા પાસેથી મોદીના નામે મત જ નેતાઓએ મેળવયાછે.
પ્રજા કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી.
વેડચના ચમારીયા-બંગલીયા વગાના વિધાર્થીઓ હાલમાં પણ કેડ-ઘૂંટણ સમા પાણી ઉતરી વિદ્યાર્થીઓ વેડચ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા આવી રહ્યાછે.
વગામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો એકવીસમી સદીમાં હાડમાંરી ભર્યું જીવન જીવી રહ્યાછે, વિદ્યાર્થીઓ,દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો, નોકરિયાત વર્ગ, કમ્પનીમાં કામ કરતાં વર્કરો, રાત મધરત ડીલેવરી હોય,કોઈનું મૃત્યુ થયું હોય, બીમાર હોય ત્યારે આ નેતાઓના પાપે આ ભોળી જનતાને ઘણું સહન કરવું પડે છે.
જો રોડ નહીં બને અને આજ પરસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચરીછે..