આમોદ નગરપાલિકા ડી વર્ગ ની નગરપાલિકા છે અને હાલ ભાજપ ની સત્તા છે છેલ્લી સામાન્ય ચૂંટણી માં ભાજપ 24 માં થી 14 બેઠકો જીતી સત્તા મેળવવામાં સફળ થઈ હતી અને પ્રમુખ તરીકે મહેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પટેલ
બહેન પટેલ ની વરણી કરવામાં આવી હતી.
હજુ તો સત્તા નું સુખ ભોગવવામાં એક વર્ષ પૂરું થાય એ પહેલા જ આમોદ પાલિકા માં ભાજપ ના જ 5 સભ્યો એ બળવો પોકારતા અવિશ્વાસ ની દરખાસ્ત લાવવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ બન્ને વિરૂધ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત પસાર થતાં ભાજપ ની સત્તા ના પાયા હચમચી ગયો હતા.
પરંતુ હાઇકોર્ટ ના એક આદેશ થી ભાજપ ના પ્રમુખ વિરૂધ ની આ દરખાસ્ત જ ઉડી જવા પામી હતી પરંતુ ભાજપ વિરૂધ્ધ બળવો કરનાર 7 માંથી 2 સભ્યો પુનઃ ભાજપ માં જોડતા બાકી રહેલા 5 સભ્યો વિરૂધ્ધ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવતા 5 સભ્યો એ પોતે સભ્ય પદે થી રાજીનામું આપતા હાલ પાલિકા માં ભાજપ ના 9 અને અપક્ષ ના 10 સભ્યો થયા હતા પરંતુ અપક્ષ ના એક સભ્ય એ ભાજપ નો ખેસ પહેરી લેતા હાલ ભાજપ ના 10 અને અપક્ષ ના 9 સભ્યો છે.
પરંતુ ભાજપ ના પદાધિકારીઓ અપક્ષ ના સભ્યો ના ખોળે બેસી ગયા હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે
અને આ વિકાસ ના કામો માં પણ દેખાય રહ્યું છે હાલ વિકાસ ના ચાલતા કમો માં ભારે ભ્રષ્ટાચાર દેખાય રહ્યો છે નીતિ નિયમો નેવે મૂકી કમો કરવામાં આવી રહ્યા છે ગુણવત્તા વિહીન કામગીરી કરી માત્ર બિલો બનાવી લેવામા આવતા હોવાની બૂમો ખુદ સભ્યો માં જ ચર્ચાય રહી છે.
એક જગ્યા નું મંજૂર થયેલ કામ બીજી જગ્યા એ કરી દેવામાં આવે છે તો એસ્ટીમેટ કરતા ઓછું કામ કરવામાં આવે છે તો વળી એસ્ટીમેટ જ ઊંચું બનાવવામાં આવતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.