Home » समाचार » નશા ના મોટા કારોબાર નો ભરૂચ પોલીસ દ્વારા પર્દાફાશ

નશા ના મોટા કારોબાર નો ભરૂચ પોલીસ દ્વારા પર્દાફાશ

નસીલો પદાર્થ ગુજરાતમાં ઘુસાડવા ખેપીયાઓનો નવો નવો કીમ્યો..

આયુર્વેદિક દવાના જથ્થાની આડમાં ગાંજાની ગોળીના પેકેટ તૈયાર કરી હેરાફેરીનું કૌભાંડ ભરૂચ પોલીસે ઉઘાડું પાડ્યું..

ગાંજાની ગોળીની ઉપર એમઆરપી માત્ર રૂપિયો ૧ પણ બજારમાં રૂપિયા ૨૫થી ૩૦ની કિંમતે થતું હતું વેચાણ..

નશા ખોરો નશો કરવા માટે ગાંજાની ગોળી ખરીદતા હોવાની મળી હતી માહિતી.. ભરૂચ પોલીસનું મોટું ઓપરેશન..

ભરૂચ

નશો કરવાના પ્રયત્ને પ્રકારે ગુજરાતમાં ઘુસાડવાના ષડયંત્રમાં ભરૂચ જિલ્લા પોલીસે સૌપ્રથમ પાનોલી નજીકથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડ્યા બાદ આયુર્વેદિક ગોળીની આડમાં ગાંજાની ગોળીના પેકેટ ઘુસાડવામાં આવતા હોવાની બાતમીના આધારે ભરૂચ પોલીસે ઝાડેશ્વર ચોકડી નજીકથી ખાનગી લક્ઝરી બસમાંથી ગાંજાની ગોળીનો મોટો જથ્થો ઝડપી પાડી પ લોકોની ધરપકડ કરી છે અને ભરૂચ જિલ્લા પોલીસને સમગ્ર પ્રકરણને ખુલ્લું પાડવામાં સફળતા મળી ગઈ છે

ભરૂચ એસઓજી પોલીસ નેશનલ હાઇવે ૪૮ ઝાડેશ્વર ચોકડી નજીક ચોક્કસ બાતમીના આધારે વોચમાં હતી અને ગાંજાની ગોળી મોટા પાયે હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે પોલીસે ઝાડેશ્વર ચોકડી નજીક વોચમાં રહી સુરત ખાતેથી ખાનગી બસમાં લઈ જવામાં આવતા ગાંજાના જથ્થા વાળી લક્ઝરી બસને રોકવામાં આવી હતી અને તેમાં તલાસી લેતા ૧૩૪૪ કિલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને લક્ઝરી બસની ડીકીમાં રહેલા મીણીયા ફેલાવો ચેકિંગ કરતા તેમાં ગાંજા ની ગોળીઓ ના પેકેટો મળી આવ્યા હતા સાથે જ આયુર્વેદિક દવાઓની આડમાં ગાંજાની ગોળીઓની હેરાફેરીનું કૌભાંડ પકડાઈ ગયું હતું આ પેકેટ ઉપર ગોળીની કિંમત માત્ર રૂપિયા એક હતી પરંતુ બજારમાં તેની કિંમત રૂપિયા ૨૫થી ૩૦ એ વેચાણ થતું હોવાની માહિતી સામે આવી છે જેના પગલે પોલીસે ગાંજાનો જથ્થો ૧૩૪ કિલો કિંમત રૂપિયા ૧ કરોડ ૩ લાખ, ૪૧ હજાર, ૫૦૦, ખાનગી લક્ઝરી બસ કિંમત રૂપિયા ૨૦ લાખ, ત્રણ નંગ મોબાઈલ કિંમત રૂ.૧૫ હજાર રોકડા રૂપિયા ૧૪.૫૦૦ મળી કુલ રૂપિયા ૧ કરોડ ૫૩ લાખ ૭૧ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો…

બાઈટ:+ ડો લીના પાટીલ ભરૂચ એસ.પી

કયા આરોપી ક્યાંથી અને કેવી રીતે પકડાયા..

ઝાડેશ્વર ચોકડી નજીક હેરાફેરી દરમિયાન ઝડપાયેલા આરોપી. (૧) વિજયપાલસિહ બીરસિંહ અમરસિંહ તોમર, (૨) ચંદ્રકાંત રાજેન્દ્ર રામ સ્વરૂપ શર્મા, (૩) રવિન્દ્ર જગરામ અરવિલાસ વર્મા, બસમાંથી ઝડપાયેલા ત્રણે રહેવાસી મધ્ય પ્રદેશના, જ્યારે રીસીવર તરીકે સુરતના અંબાલાલ અને ભરત નામના વ્યક્તિની ધરપકડ કરાય છે

જ્યારે અન્ય એક રીસીવર ઠાકોરને વોન્ટેડ જાહેર કરાયો છે તેમજ યુપીના મોનુ પરમારને પણ વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી આરંભ

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?