જંબુસર વિભાગ અંતર્ગત આવતા વિવિધ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ના મેડિકલ ચેક અપ માટે નો એક કેમ્પ જંબુસર ની એક ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે યોજાયો હતો જેમાં આ કર્મચારીઓના સ્વાસ્થ્ય ની તપાસ કરવામાં આવી હતી.
જંબુસર વિભાગ અંતર્ગત જંબુસર કાવી વેડચ આમોદ તથા વાગરા પોલીસ સ્ટેશન નો સમાવેશ થાય છે આ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા વિવિધ કર્મચારી ઓના સ્વાસ્થ્ય સંબંધી તપાસ કરવા માટે જંબુસર ની એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ માં કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 80 થી વધુ કર્મચારીઓ ના હૃદય ,મધુપ્રમેહ,રક્તચાપ જેવા વિવિધ રોગો ની તપાસ હોસ્પિટલ ના ડોકટરો દ્વારા કરવામાં આવી હતી.