Home » समाचार » જંબુસર તાલુકા પંચાયત ના પ્રમુખ ના પુત્ર ઉપર જીવલેણ હુમલો

જંબુસર તાલુકા પંચાયત ના પ્રમુખ ના પુત્ર ઉપર જીવલેણ હુમલો

* જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ ના પુત્ર પર જીવલેણ હુમલો.

* રાજકીય અદાવત રાખી હુમલો કરાયો.

* તાજેતર માં યોજાયેલ વિધાન સભા ની ચુંટણી માં ભાજપ તરફી પ્રચાર કર્યું તેની રિશ રાખી હુમલો કરાયો.

જંબુસર તાલુકા પ્રમુખ પુત્ર પર રાજકીય અદાવત રાખી જીવલેણ હુમલો કરાયો.

સૂત્રો ની મળેલી માહિતી અનુસાર જંબુસર તાલુકા ના કાવલી ગામે રહેતા જૈમિનસિંહ અજિતસિંહ સિંધા જેવો સાંજ નાં ૫ વાગ્યા ના સમય ગાળા દરમિયાન કાવલી ગામ માં આવેલ મજ્જીદ પાસે થી મોટર સાઇકલ પર પસાર થતો હતો તે સમયે નમાજ પતિ હતી અને ગામ ના સરપંચ તેમજ સરપંચ પતિ અને ડેપ્યુટી સરપંચ મોટી સંખ્યા મા લોકો નું ટોળું લઈ આવી અને બાઇક પર થી ફેંકી દઈ અને ઘસેટી ને લાકડી નાં આડેધડ સપાટા મારી શરીર નાં વિવિધ અંગો પર અને માથા નાં ભાગ પર ગંભીર ઇજા પહોંચાડી હતી અને ત્યાર બાદ તેને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર અર્થે લાયા હતા પરંતુ માથા નાં ભાગ પર ગંભીર ઇજા હોવાના કારણે તેઓ ને ચક્કર આવતા હોવાથી વધુ સારવાર અર્થે જંબુસર થી એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવા મા આવ્યા હતા. ઘટના ની જાણ કાવી પોલીસ ને થતાં ઘટના સ્થળે આવી તપાસ ની તજવીજ હાથ ધરાઇ હોવાના સમાચાર સાંપડયા છે.

ઉલ્લેખનીય છે કે ઇજા પામનાર જૈમિનસિંહ અજિતસિંહ સિંધા જેઓ ની માતા અંજુબેન અજિતસિંહ સિંધા જંબુસર તાલુકા પંચાયત મા પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. અને ગામ પંચાયત માં ચાલતા ભ્રષ્ટાચાર ને લઈ પ્રમુખ દ્વારા લાલ આંખ કરાઈ હોવાથી અને તાજેતર માં યોજાયેલ વિધાન સભા ની ચટણી મા ભારતીય જનતા પાર્ટી નાં પ્રચાર પ્રસાર મા વધુ રસ લીધો હોય જેને લઇ ઉશ્કેરાઈ જઈ અને ગેર કાયદેસર મંડળી બનાવી હુમલો કરી અને ઇજા પહોંચાડી હતી.

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

સંઘ ની પ્રતિનિધિ સભા નો અહેવાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકની વિસ્તૃત માહિતી કર્ણાવતીમાં આયોજિત પત્રકાર વાર્તામાં ડો. ભરતભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સંઘચાલક,

× How can I help you?