પક્ષી બચાવો કરૂણા અભિયાન 2023 અંતર્ગત ભરૂચ શહેરમાં 1962 એમબ્યુલન્સ ની તૈયારી
કરુણા અભિયાન અંતર્ગત 10 થી 20 જાન્યુઆરી દરમિયાન પશુ પક્ષીઓની સારવાર કરાશે
ભરૂચમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણ નિમિત્તે ઘણા પક્ષીઓની પતંગની દોરીથી ગવાઈ જાય છે જેમાં ખાસ કરીને કબુતર ઘુવડ અને સમડી વધુ હોય છે આ વર્ષે કરુણા એમ્બ્યુલન્સ સીટી એરિયા પૂર્તિ તથા ભરૂચના ગામડા લેવલમાં કાર્યરત 10 દવાખાનાની પણ એમ્બ્યુલન્સ પશુ પક્ષીઓના જીવ બચાવવા માટે કરુણા અભિયાનમાં કાર્યરત રહેશે તથા અન્ય 19 ફરતા પશુ દવાખાનાની માહિતી એ નીચે મુજબ છે જે તાલુકા કક્ષાએ એમના નિર્ધારિત સ્થાન પર નક્કી કરેલા ગામમાં સેવા આપવા માટે હાજર રહેશે ભરૂચ તાલુકામાં અમલેશ્વર પાલેજ અને દયાદરા ઝઘડિયા તાલુકામાં ધારોલી અવિધા અને પાણીતા નેત્રંગ તાલુકામાં અસનાવી અને થવા આમોદ તાલુકામાં દોરા અને સમની જંબુસર તાલુકામાં વેડજ નહાર અને છીદ્રા અંકલેશ્વર તાલુકામાં સજોદ આસોટ તાલુકામાં અને વાગરા તાલુકામાં ગંધાર ખાતે આ એમ્બ્યુલન્સની સેવા રહેશે જાહેર જનતાને 1962 એનિમલ હેલ્પલાઇન નંબરથી ખાસ નિવેદન છે કે પતંગ ચડાવવા માટે સવારે 10:00 વાગ્યા પછીનો અને સાંજે છ વાગ્યા પછી પતંગ ચગાવે તો સારું કારણકે આ જ સમય હોય છે ત્યારે પક્ષીઓની પોતાના માળામાંથી જવા આવવાનો સમય હોય છે