જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સંદર્ભે નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધલના અધ્યક્ષ સ્થાને ભરૂચ ખાતે એક બેઠક યોજાઈ હતી.
જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંદર્ભે નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાંધલના અધ્યક્ષ પદે ભરૂચ ખાતે એક બેઠક યોજાઇ હતી ભરૂચ જિલ્લામાં જિલ્લા કક્ષાની 26 જાન્યુઆરી 2023 પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે સવારે 9:00 કલાકે કરવામાં આવનાર છે
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુવ્યવસ્થિત રીતે થાય તેનું આયોજન સંદર્ભમાં અમલીકરણ અધિકારીઓને નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર ધાંધલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં પ્રાંત અધિકારી યુ
.એન. જાડેજા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા