આમોદ તાલુકા ના ભીમપુરા ગામ માં રહેતી આદિવાસી મહિલા ને ઘર માં ઘુસી કબજો ફાડી રાખનાર ઇસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવ્યા ના 4 વર્ષ બાદ ન્યાય નહિ મળતાં કાયદા ઉપર થી વિશ્વાસ ઊઠી જાય એવી સ્થિતી નું નિર્માણ થયું છે.
સમગ્ર કેસની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2019 ની સાલમાં આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં રહેતા લીલાબેન મનહરભાઈ વસાવા નામની આદિવાસી મહિલાના ઘરે જઈએ બળજબરીથી ઘરમાં ઘૂસી આમોદના બે ઈસમો એક અકબર બેલીમ અને જાવેદ મલિક નામના વ્યક્તિઓ એ આ મહિલા લીલાબેન વસાવા પાસે નાણાંની માંગણી કરેલી જેથી આ મહિલાએ પોતાના પતિ મનહરભાઈ વસાવા ઘરમાં ન હોય એ ઘેર આવે ત્યારે આવવા માટે જણાવેલ પરંતુ તેમ છતાં આ ઈસમો માનેલા નહીં અને બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી લીલાબેન સાથે ઝપાઝપી કરેલી આ જ ઘટનામાં લીલાબેન નો કબજો પણ ફાટી ગયેલ હતો
જેથી મહિલા લીલાબેને આમોદ પોલીસ સ્ટેશનમાં 2019 ની સાલમાં ફરિયાદ નોંધાવેલી અને આ ફરિયાદમાં અકબર બેલીમ તેમજ જાવીદ મલિક નામના બે ઈસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ની ફરિયાદ નોંધવામાં આવી હતી
પરંતુ આ બે આરોપી પૈકી નો એક આરોપી જાવેદ મલિક એ સત્તાધારી પક્ષના આગેવાનો સાથે ઘરોબો ધરાવતો હોય તેમ જ રાજકીય આગેવાન હોય પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી તેણે પણ આ મહિલા તથા આ મહિલાના પતિ વિરૂધ આમોદ પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ પણ નોંધાવેલી હતી.
વળી આચાર્યની વાત તો એ છે કે આરોપી પૈકીનો જાવીદ મલિક એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય મુસ્લિમ મંચ નામની સંસ્થાના કાર્યક્રમોમાં જઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય અધિકારી માન્ય ઇન્દ્રેશકુમાર જી સાથે પોતાના ફોટા પડાવી સોશિયલ મીડિયા પર મૂકી પોતાની ધાક ઉભી કરતો હતો.
આ જાવિદ મલેક સત્તાધારી રાજકીય પક્ષમાં પણ રાજકીય આગેવાનો સાથે પોતાના ફોટા પડાવી સોશિયલ મીડિયા ઉપર વારંવાર મુકતો હતો આ આરોપી ના ફોટા ભરૂચના સાંસદ જંબુસરના માજી ધારાસભ્ય રાજ્ય સરકારના માજી મંત્રી તેમજ વર્તમાન ધારાસભ્ય સહિત અનેક આગેવાનો સાથે જોવા મળેલ છે.
આ અગાઉ આ જ જાવીદ મલિક નો ઓડિયો પણ સોશિયલ મીડિયા તથા સ્થાનિક સમાચાર માધ્યમોમાં વાયરલ પણ થઈ ચૂક્યો છે જેમાં મનહર વસાવાને ટેલીફોન ઉપર ભાજપના જિલ્લા મંત્રી તરીકેની ઓળખાણ આપી તેમની પાસે નાણા માંગતો હોય એવું સ્પષ્ટ એ ઓડિયોમાં પણ જણાય આવેલ છે.
આ ફરિયાદ થી બચવા માટે જાવેદ મલે કે પોતાની આ તમામ ઓળખાણનો નો દુરુપયોગ કરી કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી ગુજરાત હાઇકોર્ટમાં આ ફરિયાદ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી પરંતુ તારીખ 20 ડિસેમ્બરના રોજ માનનીય ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ એ તેની આ અરજી રદ બાત
લ કરીને હુકમ જાહેર કરેલ છે.
આમ 2019 થી 2023 સુધી લાંબો સમય કાયદાકીય આંટીઘૂટીમાં આ સમગ્ર પ્રકરણને ઘુંચવી નાખી આદિવાસી મહિલાને ન્યાય અપાવવામાં ઇરાદાપૂર્વક વીઘ્નો ઊભા કરી કાયદાનો દુરુપયોગ કર્યો હોય એમ લાગી રહ્યું છે.
જોકે 20મી ડિસેમ્બર 2022 ના હુકમ બાદ એક માસ જેટલો લાંબો સમય વીતી જવા છતાં આ આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી હોય એમ જણાતું નથી.
શું રાજકીય આગેવાનો સાથે પોતાની તસ્વીર હોય અને પોતે કોઈ રાજકીય હોદ્દો ધરાવતો હોય તો એવા આરોપીને પોલીસ કાર્યવાહીમાંથી રાહત આપી શકાય એવી કોઈ જોગવાઈ છે ખરી ?
આરોપી જાવીદ મલેક ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે હાલ કાર્યરત છે. આ આરોપી ને જિલ્લાની જવાબદારી આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેનો ભૂતકાળ ચકાસ્યો નહીં હોય? આદિવાસી મહિલાના ઘરમાં ઘૂસી આ મહિલાના કબજા સુધા ફાડી નાખનાર આવા ઇસમને ભારતીય જનતા પાર્ટીએ પોતાનો હોદ્દેદાર કેમ બનાવ્યો હશે?
વળી આજ આરોપીને ગુજરાત સરકારના એક માજી મંત્રીએ સરકારના કોઈ ખાતામાં સમાવવા માટે પોતાના લેટરપેડ ઉપર સરકારમાં લેખિત ભલામણ પણ કરી હતી.
આમ તો કહેવાથી આ હિંદુત્વવાદી પાર્ટી છે પરંતુ તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો તો ગરીબ હિન્દુ મહિલાઓ ઉપર આ પ્રકારના એ ગંભીર હુમલાઓ કરતા એ પોલીસ ચોપડે ગુનો નોંધાય છે તેમ છતાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કેમ કરવામાં આવતી નથી.
શું શું નામદાર ગુજરાત હાઇકોર્ટના આ હુકમ બાદ પણ પોલીસ આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા અટકાઈ જ રહી છે?
કે કોઈ રાજકીય દબાણ હેઠળ પોલીસ કામગીરી કરી રહી છે?
એમ ચર્ચાઈ રહ્યું છે.