સ્વતંત્રતા સંગ્રામમાં જન જાતિઓનું યોગદાન અંતર્ગત એક દિવસીય પરિસંવાદ ક્રર્યક્રમ યોજાયો .
આઝાદીમા અને પોતાના આદિવાસી સમાજ માટે બલિદાન આપનાર આદિવાસી યોદ્ધાઓ ની ઝાંખી નું આયોજન કરાયું
સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં નેત્રંગમા સ્વતંત્રતા સંગ્રામમાં જન જાતિઓનું યોગદાન અંતર્ગત એક દિવસીય પરિસંવાદ ક્રર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સુરતનાં ડૉક્ટર. સી.સી.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં. અને નેત્રંગ કોલેજના પ્રોફેસરનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં..
કાર્યક્રમમાં આઝાદીમા અને પોતાના આદિવાસી સમાજ માટે બલિદાન આપનાર આદિવાસી યોદ્ધાઓ જેમકે વિર બિરસા મુડા, જયપાલસિંહ મુડા, ટ્ટંટયા ભીલ, વગેરે આદિવાસી સમાજના આગેવાનોની સમાજ માટે અને રાષ્ટ્રમાટે બલીદાન આપનાર ની જાખી ( માહિતી) આપવામાં આવી હતી. અને આદિવાસી નૃત્ય ડાન્સ કરવામાં આવ્યા હતા.