જંબુસર નગરપાલિકા ના વહીવટ વિરુદ્ધ માજી ધારાસભ્ય ના ધરણા
જંબુસર નગરપાલિકા વિસ્તાર માં લોકો માટે ની અનેક સમસ્યાઓ તો છે જ પરંતુ પીવાનુ પાણી ગટર અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષી શકાતી નથી.
જંબુસર ની પ્રજા આજે પણ અનેક હાડમારીઓ વચ્ચે જીવન વિતાવી રહી છે
જંબુસર શહેર માં કોઈ પરિવાર પોતાની દીકરી નું વેવિશાળ નક્કી કરવાનું વિચારે પણ જ્યારે આ પરિવાર જંબુસર માં પ્રત્યક્ષ આવે તો ઉભરાતી ગટરો આડેધડ વાહનો લારી ગલ્લા તથા ગંદકી થી આ પરિવાર આ વેવિશાળ કરવાનુ માંડી વાળે છે અને આ કારણે અહીંના અનેક પરિવાર ગામ છોડી ચૂક્યા છે.
આવી અનેક વન ઉકલી સમસ્યાઓને વાચા આપવા માટે જંબુસર ના માજી ધારાસભ્ય સંજય સોલંકી તથા સાકર મલેક સહિત ના આગેવાનો એ પ્રાંત કચેરી સામે ધારણા કરી પ્રશ્નો ઉકેલવા માટે સૂત્રોચાર કર્યા હતા.