Home » समाचार » આમોદ નગરપાલિકા નું વિજજોડાણ કપાતા ગામ માં અંધારપટ

આમોદ નગરપાલિકા નું વિજજોડાણ કપાતા ગામ માં અંધારપટ

આમોદ નગરપાલિકા ના પદાધિકારી ઓની અણઆવડત તેમજ અધિકારીઓની નિષ્કાળજીના કારણે આમોદ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઈટનું વિજ જોડાણ વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવતા થરથર કંપાવતી ઠંડીના સમયે ગામમાં અંધારપટ છવાયો છે.
આમોદ નગરપાલિકાને ગામ પંચાયતમાંથી ડ વર્ગની નગરપાલિકામાં રૂપાંતરિત થયા ને અંદાજે 18 વર્ષ જેટલો સમય થયો છે અને આ સમયે પંચાયતના સમયથી વોટર વર્કનું બાકી વીજ બિલ એ નગરપાલિકાના વારસામાં આવેલ છે. સરકારશ્રીની વનટમ સેટલમેન્ટ યોજના હેઠળ અગાઉ 2013 14 ની સાલમાં પાલિકાનું બાકી વીજ બિલ એ સરકારશ્રીએ જમા કર્યું હતું પરંતુ 2014 પછીનું એ વોટર વર્ક્સનું વાંકી બીલ એ નગરપાલિકાએ ભરપાઈ કરવાનું હતું.
પરંતુ આમોદ નગરપાલિકા બન્યા બાદ ચૂંટાઈને આવેલા પદાધિકારીઓ ની અન્ન આવડત તેમજ અધિકારીઓની નિષ્કાળજીના કારણે આ પાણી પુરવઠા નું વીજબીલ એ ભરવામાં નગરપાલિકા નિષ્ફળ ગઈ હતી જેનું બાકી બિલ બે કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.
આટલી મોટી રકમ બાકી હોવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ અગાઉ અનેકવાર પોતાના બાકી બિલની ઉઘરાણી કરવા છતાં આ બિલ જમા કરવામાં ન આવતા વીજ કંપનીએ નગરપાલિકા નું વીજ જોડાણ કાપી નાખતા આમોદ નગરમાં લગ્નની સિઝન તેમજ ધરથર કંપાવતી ઠંડીના સમયે અંધારપટ છવાયો છે.
છેલ્લા થોડા દિવસોમાં આમોદમાં અનેક મકાનોના તાળા એ નિશાચરોએ રાતના અંધારામાં તોડવાના બનાવો બન્યા છે અને ત્યારે ગામમાં છવાયેલો આ અંધારપટ એ નિશાચરો માટે એ લાભદાયક તો નહીં બને ને?
આમ તો નગરપાલિકાનું સ્ટ્રીટ લાઈટનું નગરપાલિકા ભરેલું છે પરંતુ પાણી પુરવઠા ના જોડાણ ના વીજબિલ એ નગરપાલિકા ભરવામાં નિષ્ફળ નીકળી છે પાણી પુરવઠા નું જોડાણ કાપવામાં આવે તો તો પ્રજા એ પાણી વિના ટળવે એ માટે વીજ કંપનીએ પાણી પુરવઠા નું વીજ જોડાણ ન કાપતા સ્ટ્રીટ લાઈટનું કાપી નાખ્યું છે.
આમોદ નગરપાલિકાના પાણી પુરવઠા ના કુલ ત્રણ જોડાણો આવેલા છે આ ત્રણ જોડાણોના બાકી નાણા એ ભરપાઈ કરવામાં આવતા ન હોવાથી વિલંબિત કર ચુકવણીના જે નાણાં વીજ કંપની દ્વારા વસૂલ કરવામાં આવે છે તેનો દરેક બિલના સમયે આંકડો લગભગ પાંચ લાખ રૂપિયા જેવો થાય છે.
આમ દરેક બિલ વખતે સરકારના નાણાં તેમજ પ્રજાના પરસેવાના વીરાના પૈસા માંથી પાંચ લાખ રૂપિયા જેવી રકમ તો માત્ર વિલંબિત કર ચુકવણીના દંડ પેટે જ ખર્ચાઈ જાય છે શું આ પાંચ લાખ રૂપિયા પ્રજાના જે વેડફાઈ છે તે નાણાંની કોઈ કિંમત આ ચૂંટાયેલા પદાધિકારીઓને છે ખરી?
શું નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા નગરપાલિકાના પદાધિકારીઓ આ વાકી વીજબિલના નાણા ભરીને પ્રજાને અંધારામાંથી બહાર કાઢશે?
વળી અંતિમ આશ્ચર્ય ની વાત તો એ છે કે ગત 20 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં આવેલી તમામ નગરપાલિકાઓના પદાધિકારી તેમજ મુખ્ય અધિકારીઓની હાજરી વાળી કોંકલેવ ઓફ સીટી લીડર્સ ના નામે એક કોંકલેવ યોજાઈ હતી.
આ નગરપાલિકા માટે અંત્યંત મહત્વની આ મીટીંગમાં આમોદ નગરપાલિકાનો એક પણ પદાધિકારી પહોંચ્યો ન હતો.
જોકે આ કોંકલેવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના ઉદબોધનમાં એ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે નગરપાલિકાનું જે કોઈ જૂનું બાકી દેવું છે એ પૂરું કરવા માટે સરકાર મદદ કરશે નહીં પરંતુ નગરપાલિકાએ પોતે જ એની વ્યવસ્થાનું આયોજન કરવું પડશે.
આવી સ્પષ્ટ ચેતવણી મુખ્યમંત્રી શ્રી એ આપી હતી પરંતુ આમોદનો એક પણ પદાધિકારી આ સાંભળવા ત્યાં હાજર ન હતો જેથી દ વર્કની નગરપાલિકાને 20 લાખ સુધીની વહીવટી મંજૂરીની સત્તાના કારણે આ પદાધિકારીઓ ગેલમાં આવી ગયેલા હતા.
આમ આમોદ નગરપાલિકાના પદાધિકારીઓની ઉદાસીનતા અને અધિકારીઓની નિષ્કાળજીના કારણે આમોદ નગરે અંધારપટમાં જીવવું પડી રહ્યું છે.
આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને નગરપાલિકામાંથી મહિને 62000 રૂપિયા જેવી મોટી રકમનું વેતન ચુકવવામાં આવે છે તો આ મુખ્ય અધિકારી આટલી તગડી રકમ પગાર તરીકે મેળવતા હોવા છતાં આમોદ નગરના વિકાસ માટે અથવા તો પ્રજાને અંધારામાં રહેવું ન પડે એના માટે કંઈક વિચારતા હશે કે પછી માત્ર એમને રસ મહિને મળતા 62000 માં જ હશે?

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

How can I help you?