ઘરની ઉપર બનાવેલ ચોરખાનામાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડાયો.
કુલ બોટલ નંગ-૨૯૮ તથા એક મોબાઇલ મળી કુલ કિં,રૂ.૩૦,૮૦૦/ નો માલ કબ્જે.
આજરોજ નેત્રંગ પો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ ખાનગી ગાડીઓમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી ના આધારે તપાસ કરતા જાણ થઇ હતી કે “મૌઝા ગામનો સંજયભાઇ જગુભાઇ વસાવા નાઓ પોતાના ઘરે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. અને તેણે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો તેના ઘરમાં ક્યાંક સંતાડી રાખેલો છે.” જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી આરોપીનાં મકાનની ઉપર શોધખોળ કરતા મકાનની ઉપર મુકેલા સિમેન્ટના પતરા હટાવીને જોતા આશરે ૮૪ર ફુટનું ઇંટો વડે બનાવેલુ ચોરખાનુ મળી આવેલ તેમા તપાસ કરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થાની છુટી બોટલો મળી આવતા આરોપી સંજયભાઇ જંગુભાઇ વેસ્તાભાઇ વસાવા રહે.મૌઝા, પોસ્ટ ઓફીસ ફળીયુ તા.નેત્રંગ, જી.ભરૂચ નાઓને પકડી પાડેલ અને મળી આવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો તથા બીયર ટીન મળી કુલ્લે બોટલ નંગ-૨૯૮ તથા આરોપીની અંગ ઝડતીમાંથી મોબાઇલ નંગ-૧ મળી કુલ્લે કિંમત રૂપિયા ૩૦,૮૦૦/-નો પમુદ્દામાલ સાથે આરોપી ને પોલીસે પકડીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.તેમજ દારૂનો જથ્થો આપનાર આરોપી દયારામભાઇ રતિલાલભાઇ વસાવા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ તમામ પ્રવૃત્તિ પો.સ.ઈ.એસ.વી.ચુડાસમા ની અંડર કરવામાં આવ્યું હતું