ભરૂચ,જંબુસર,
તા.02/02/2023,
ભરૂચજિલ્લાના જંબુસર તાલુકાના તલાટીકામઁત્રીઓ દ્વારા રેવન્યુ વિભાગની વધારાની કામગીરી સોંપવામાં આવતા મામલતદારને આવેદનપત્ર.
જંબુસર તાલુકાના તલાટી કમન્ત્રીઓ દ્વારા આજરોજ જંબુસર મમમલતદાર કચેરી ખાતે ભેગા મળી રેવન્યુ દફતરની વધારાની કામગીરી મામલતદાર દ્વારા સોંપવામાં આવતા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
મામલતદાર દ્વારા તલાટીઓને તા.14/10/2010થી મહેસુલ વિભાગ હસ્તકાના મેહેસુલી તલાટીઓમાટે જોબ ચાર્ટ નક્કી કરવામાં આવેલ હતો જે મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક અનુસાર વિરોધ કરવામાં આવેલછે.
ઠરાવરદ થવાથી તલાટીની મૂળ કામગીરી પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના તલાટીકમમઁત્રીને પરત કરવામાં આવીછે. જેનો વિરોધ જંબુસર તાલુકાના તલાટીઓ દ્વારા આવેદનપત્ર આપી નોંધવવામાં આવ્યો
કેટલીક કામગીરી પંચાયત તલાટીક્રમ મંત્રીઓ દ્વારા કરવાની હોયછે પરંતુ તે સિવાય જમીનની ચતુરદિશા, બેકો કે, જી. ઈ. બી. તરફથી માંગવામાં આવતા, બિન અધિકૃત દાખલા તલાટીકમ મંત્રીને આપવાના થતાં નથી
જેને લઈ વારંવાર રજૂઆત કરવા છતાંપણ નિવેડો ન આવતા પોતાની માંગણીઓને લઈને તલાટીઓએ આવેદન પત્રને શરણે જવું પડ્યું.
જો પડતર માંગણીઓ સ્વીકારવામાં આવશે નહીતો તલાટીઓ સોંપવામાં આવેલ કામગીરી સિવાય અન્ય કામગીરી પંચાયત તલાટીઓ દ્વારા કરવામાં આવશે નહિ.
મેહસૂલની તમામ કામગીરી રેવન્યુ તલાટી પાસે કરાવવા માંગ કરી હતી અને આ અન્વયે ઉપસ્થિતિ થતાં પ્રશ્નો માટે પંચાયત તલાટીઓ જવાબદાર રહેશે નહિ