જંબુસર.
આજ રોજ જંબુસર તાલુકામાં આમ આદમી પાર્ટી ના મિતેશ પટેલ દ્વારા. ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા નું પેપર ફૂટવાના અનુંસંધાન માં આવેદન પત્ર આપવમાં તારીખ.૨૯/૦૧/૨૦૨૩ ના રોજ યોજનારી સ્પર્ધાત્મક પરીક્ષા નું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી. પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે ૯.૫૩લાખ યુવાનો ના પરિવાર ના સપના રોળાઈ જવા. કરોડો વિદ્યાર્થીઓ એ કરેલો ખર્ચ એડે જવો. આજે મોંઘવારી ના સમય માં પરીક્ષા પાછળ પુસ્તકો. વર્ગો. વાહનો. ખર્ચ મળીને એક એક વિદ્યાર્થી નો ઓછામાં ઓછા ૫૦.૦૦૦/-રૂપિયા no ખર્ચ કરે છે. અને બિલકુલ પરીક્ષા ના દિવસે જ ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઈ!!
વારંવાર પેપર ફૂટવા. ને પરીક્ષા રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડી મેસેજ રૂટિંગ કામની જેમ પૂરું કરી દેવું એ સુ દર્શાવે છે? ખુબજ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત ની જનતા એ ભરોસાની ભા.જ. પ. સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકાર ને આપી એ ભરોસા પર આપણી સરકાર ખરી ઉતરી નથી..
એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતની આપણી પાસે માંગણી છે કે :
(૧) અત્યારસુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા પાસે મુકવામાં આવે.
(૨) હાલ ના બનાવ માટે સુપ્રીમ કોર્ટ ના નિવૃત ન્યાયાધીશ ના નેજા હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવે.
(૩) અત્યાર સુધી ના તમામ પેપર ફૂટવાના કેસો એકજ કોર્ટ માં લાવી રોજે રોજ ના ધોરણે સુનાવણી કરી કેસો સમય મરીયદામાં પુરા કરવામાં આવે.
(૪)સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસો માં છાપવામાં આવે છે. તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસ માં ના છપાય તેવી જોગવાય કરવામાં આવે.