જંબુસર
જંબુસર નગરના તળાવપુરા થી ભાન ખેતર જવાનામુખ્ય રસ્તે ગટરના પાણીથી ઠેર ઠેર ગંદકી
આ રસ્તા ઉપર ભાણખેતર ગામ ખાતે પૌરાણિક ગણપતિ જી નુ મંદિર તેમજ વૈષ્ણવ સમાજ ના બેઠકજી નુ મંદિર આવેલુંછે દરરોજ સવાર સાંજ ભક્તો દ્વારા દર્શન કરવા માટે ભીડ જામે છેપરંતુ ગટરના ગંદા પાણીના લીધે મશ્કેલી વેઠવી પડેછે તેમજ મુસ્લિમ મોનુ ધાર્મિક સ્થળ ગંજ શહીદની દરગાહ જે 799 વર્ષ જૂની છે આ દરગાહ ખાતે આગામી તારીખ 5- 6- 7 ના રોજ ઉર્સ નો મેળો યોજવાનો છે આ મેળામાં હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળું મોટી સંખ્યામાં મા આવેછે તેમજ તુલસીવાળી પાસે વાઘેલા સમાજ ના લોકો રહેછે સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ગંદકી તેમજ મચ્છરો નાત્રાસથી બીમારીનો ભોગબનેછે બાળકોને બાલમંદિર કે સ્કૂલે જવામાટે ભારે તકલીફ નો સામનો કરવોપડેછે રજા પડવાથી ભણતર ઉપર અસર પડેછે વિધાનસભા ની ચૂંટણી વખતે ભાજપ ના ઉમેદવાર ડી કે સ્વામી પ્રચારઅર્થે ગયા હતા ત્યારે સ્થાનિકોએ રજુઆત કરી હતી ત્યારે ધારાસભ્ય બન્યા પછી તમારી સમસ્યા નુ વહેલી તકે નિરાકરણ લાવીસું તેવી ખાત્રી આપીહતી 2મહિના થવા આવશે તોય સમસ્યા હલ નહી થતા સ્થાનિક કો આક્રોશ જોવા મળેછે કમસેકમ બાળકોના ભણતર નુ ભવિષ્ય ધ્યાન મા લઈને નગરપાલિકા ના સતાધિશો તેમજ ધારાસભ્ય એ વહેલી તકે સમસ્યા નુ નિરાકરણ લાવવું જોઈએ તેવી લોક માગ છે
રિપોર્ટર. મુન્નાભાઈ ઠાકોર જંબુસર