જંબુસર
ગજેરા ખાતે પરમ પૂજ્ય પ્રેમ સ્વામીની ઉપસ્થિતિમાં મહાપૂજા યોજાઈ…
જંબુસર તાલુકાના ગજેરા ગામે હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીના અનુગામી પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી ની ખાસ ઉપસ્થિતિમાં મહાપૂજા યોજાઇ હતી જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો…
અક્ષર પ્રદેશના ગજેરા ગામે ઘનશ્યામભાઈ પટેલના નિવાસ્થાને મહાપૂજા નું આયોજન પટેલ વાડી વિસ્તારમાં કરવામાં આવ્યું હોય જેમાં પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી આવી પહોંચતા ગુરુભાઈ તથા પરિવારે ભવ્ય સ્વાગત કર્યુ હતું. મહાપૂજામા પ્રાદેશિક સંતવર્ય શ્રીજી વલ્લભ સ્વામી તથા પૂજ્ય આચાર્ય સ્વામી સહિત સંત મંડળે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપૂજા કરાવી હતી…
પરમ પૂજ્ય પ્રેમ સ્વામીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સપ સૃહદ ભાવ અને એકતાથી જીવન જીવી સ્વામીજીને રાજી કરીએ પ્રસંગે પ્રભુને સંભાળીએ ભજન ભક્તિ કરીએ તેવી ભાવના વ્યક્ત કરી હતી મહાપુજાબાદ ગજેરા મંડળ ભક્તો અગ્રણીઓ દ્વારા ગુરુ હરીનું ફુલહારથી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પ્રેમ સ્વામીજી નોંધણા મુકામે બીએપીએસ મંદિર પધારી ગુરુહરીએ આરતી ઉતારી અને નોંધાણા સરપંચ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું મંદિર પુજારી સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યુંકે આપની સેવા પૂજા ભક્તિથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ખૂબ જ રાજી થયા છે તથા અમને બાપાએ 1965 માં સાધુની દીક્ષા આપી હતી તે સ્મૃતિ ને વાગોળી હતી અને ગુરુ હરીએ મંદિરે દંડવત પ્રણામ કર્યા હતા અને ગામમાં દિનેશભાઈ તથા વિનિતભાઈ ને ત્યાં પધરામણી કરી હતી.. જંબુસર અક્ષર પ્રદેશ વિતરણ પ્રસંગે હરિ પ્રકાશ સ્વામી વિરલ સ્વામી આનંદ સ્વામી દિનુ દાદા કલક કે ડી પટેલ ગામ અગ્રણીઓ હરિભક્ત ભાઈ બહેનો હાજર રહી મહાપૂજા દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવ હતી