જી એસ ટી કચેરી, વડોદરા દ્વારા નર્મદા પરિક્રમા વોકથોન યોજાઇ.
જંબુસર ના જાણીતા દોડવીર હસમુખભાઈ ને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા.
નર્મદા પરિક્રમા વોકથોન તા. ૨જી જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં આખા દેશમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો.
તા. ૭મી ફેબ્રઆરી ૨૦૨૩ ના રોજ સી જી એસ ટી કચેરી, સુભાનપુરા, વડોદરા મુકામે મેડલ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા ના જંબુસર નગર ના ૬૫ વર્ષ ના દોડવીર એ ૧૬૧ કી.મી. નું અંતર પૂર્ણ કરતા તેઓને કમિશ્નર શ્રી સ્મિતાબેન ના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.