ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઈન-હાઉસ નિર્માણ કરવામાં આવેલ નવી 151 બસનું લોકાર્પણ કર્યું. રાજ્યમાં પરિવહનનું માળખું વધુ સુદ્રઢ બનાવવાની નેમ સાથે કાર્યરત થયેલ આ બસ સેવાઓ મુસાફરોની સફર વધુ આરામદાયક અને સગવડ્યુક્ત બનાવશે.
આ ઉપરાંત, એસ.ટી નિગમની વધુ એક પહેલ ‘ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ’નો પણ શુભારંભ કરાવ્યો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થશે.જી