ગુજરાત સરકાર દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની ભરતી થોડા સમય અગાઉ કરવામાં આવી હતી આ ભરતીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને પસંદગી પામેલા આ નવા પોલીસ ઇન્સ્પેક્ટર ની તાલીમ એ પોલીસ વિભાગના કરાય ખાતે ચાલી રહી હતી પરંતુ આ તાલીમમાં એક બોગસ વ્યક્તિ એ તાલીમ લઈ રહ્યો હોવાની વિગતો સપાટી ઉપર આવતા ચકચાર મચી જવા પામી છે
આ બનાવની વિગતો એ પ્રમાણે છે કે ગુજરાત સરકાર દ્વારા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવી હતી અને તેની કાયદેસરની પરીક્ષાઓ લઈ ઉત્તિર્ણ થયેલા યુવકોની એ તાલીમ એ કરાય ખાતે આવેલા તાલીમ કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવી હતી જેમાં ડભોઇનો એ ઈસમ આવી કોઈ પરીક્ષા પાસ કર્યા વિના આ કરાઈ ખાતે તાલીમ લઈ રહ્યો હોવાનું બહાર આવતા ગુજરાત સરકારના ગૃહ ખાતાના માથે માછલા ધોવાઈ રહ્યા છે.
ભરૂચ ડિએસપી ની કચેરીમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ નો પુત્ર એ આ પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતીમાં ઉત્તીર્ણ થયો હતો અને તે હાલ કરાય ખાતે તાલીમ મેળવી રહ્યો છે પરંતુ ડભોઇનો એક ઇસમ જેનું નામ મયુર લાલજી ચાવડા છે તેણે પોતાની ટેકનીકલ જાણકારી નો ગેરલાભ ઉઠાવી આ ભરૂચના વિશાલ રાઠવા ના નામ સાથે ચેડા કરી તેની જગ્યાએ પોતાનું નામ દાખલ કરી એ કરાય ખાતે પીએસઆઇ ની તાલીમ મેળવવાનો શરૂ કર્યું હતું. પરંતુ આ વિગતો બહાર આવતા આ ખોટા નામે પોતે ત્યાં તાલીમ લઈ રહ્યો હોવાની વિગતો બહાર આવતા સમગ્ર ગૃહ ખાતુ ચોકી ઉઠ્યું હતું.
પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની સંખ્યા એ નિશ્ચિત હોય અને એ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને જ તાલીમ આપવાની હોય ત્યારે આ તમામ ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો સહિત એક વધારાનો ઉમેદવાર ત્યાં તાલીમ મેળવી રહ્યો હોવા છતાં આ તાલીમ આપનારા લોકોના ધ્યાન પર આ વધારાનો યુવક ધ્યાનમાં કેમ નહીં આવ્યો? એ ગુંગડાવતો પ્રશ્ન છે.
આ સમગ્ર બનાવની વિગતો એ પ્રકારે છે કે ગુજરાત પોલીસ દ્વારા બિન હથિયારધારી પીએસઆઇ ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એસટી ઉમેદવાર તરીકે વિશાલ રાઠવા નામનો એક યુવાન એ પસંદગી પામ્યો હતો. આ યુવાનના પિતા એ હાલ ભરૂચ ડીએસપી ઓફિસમાં ફરજ બજાવી રહ્યા છે વિશાલ બીએસસી સુધીનો અભ્યાસ કરયા બાદ એ વિવિધ કોમ્પિટિટિવ પરીક્ષાઓ આપી રહ્યો હતો અને તેને અનેક પરીક્ષાઓ એ પાસ કરી હતી પરંતુ તેણે પીએસઆઇ બનવાનું પસંદ કરી આ તાલીમ મેળવવાનો પ્રારંભ કર્યો હતો.
પરંતુ ડભોઇના એક ભેજા બાજ મયુર લાલજી ચાવડા નામના હિસાબે હેકિંગ અને ટેમ્પરિંગ કરી એસટી ઉમેદવારોના લીસ્ટમાં ત્રીજા નંબરે જ્યાં વિશાલ રાઠવાનું નામ હતું ત્યાં પોતાનું નામ દાખલ કરી પોલીસ વિભાગના કરાય ખાતેના તાલીમ સેન્ટર ખાતે ખોટા ઉમેદવાર તરીકે ત્યાં તાલીમ લેવાનું પ્રારંભ કર્યું હતું.
પોલીસ ફરજમાં પસંદ પામેલા ઈસમોનું એ પોલીસ સ્ટેશન ઉમેદવારના મત વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતી હોય છે અને કરાય પછી એમને આનંદ થતા હોય છે પરંતુ આ મયુર ચાવડા નામનો ઈસમનું કોઈપણ પ્રકારનું વેરીફિકેશન પોલીસ સ્ટેશન એ ત્યાં કરવામાં આવ્યું નહોતું આમ પોલીસ વેરીફિકેશન ન હોવા છતાં એને કરાય જેવી ઉચ્ચ કક્ષાની તાલીમ કેન્દ્રમાં પ્રવેશ કેવી રીતે મળ્યો એ ચર્ચા નો વિષય છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ધરમાપુરા ગામનો રહેવાસી મયુર ચાવડા પોતાની ટેકનીકલ જાણકારી અને જ્ઞાનના લાભનો દુરુપયોગ કરી ભરૂચના વિશાલ રાઠવા નામના વ્યક્તિના નામ સાથે ચેડા કરી તેના નામે પોતાનું નામ દાખલ કરી એ કરાય ખાતે આવેલી પોલીસ તાલીમ શાળામાં પીએસઆઇ ની તાલીમ લઈ રહ્યો હતો આમ ગુજરાતના ગૃહ ખાતા ની ગંભીર બેદરકારી આ મામલે સ્પષ્ટ જોવા મળી હતી.
શું પોલીસ ખાતું જ પોતાના ખાતામાં આવી ગોબાચારી ચાલતી હશે એ પકડી શકતી ન હોય તો અન્ય મોટા ગુનાઓ આ ગૃહ ખાતું ઉકેલશે કેવી રીતે ? એ વિચારવું રહ્યું.