જંબુસર
જંબુસર તાલુકાના દોઢગાઉ આબેથી બે લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે દેશી દારૂ તેમજ વોશ ઝડપી પાડતી સ્ટેટ મોનેટરીંગ સેલ નટુ ઠાકોર વોન્ટેડ…
જંબુસર તાલુકામાં દેશી દારૂનું ઉત્પાદન તેમજ વેચાણ મોટા પાયે થતું હોવાનું તથા ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જંબુસર તાલુકાના દોઢગાંવ આંબા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ દારૂનો વોશ અને મુદ્દા માલ રૂપિયા 2,75,860 નો ટેટ મોનિટરિંગ સેલે ચાર આરોપીઓ સાથે ઝડપી પાડ્યા અને એક વોન્ટેડ જાહેર કર્યો હતો….
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકામાં દારૂની બદી નો વ્યાપ વધારે હોય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પી એસ આઈ એન એચ કુંભાર સ્ટાફ સાથે દોઢગાઉ આંબા કોતરમાં તળાવ કિનારે રેડ કરતા 1… કમલેશભાઈ ઠાકોરભાઈ ઠાકોર રહે. દોઢગાઉં આંબો 2…. જગદીશભાઈ વસંતભાઈ ઠાકોર રહે દેવકુઈ 3…. અમરસિંગ દીપસિંગ પઢિયાર રહે મજાતણ ગામ. 4…. લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ રાઠોડ રહે કાવા ભાગોળ જંબુસર નાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે નટવરભાઈ ઉર્ફે નટુ મણીલાલ ઠાકોર રહે. દોઢગાવ આંબો નાસી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ ૪૬૫ લીટર, રોકડ રૂપિયા,વાહન ચાર નંગ, મોબાઈલ ચાર નંગ, જનરેટર મોટર બે નંગ, સહિત વોશ 9365 લીટર જે સ્થળ પર નાશ કરેલ આમ તમામ મળી કુલ રૂપિયા 2,75,860/- ના મુદ્દા માલ સાથે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતા દારૂ ગાળનાર તથા વેચનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…