જંબુસર
આજરોજ જંબુસર તાલુકા ના મહાપુરા ગામમા તાલુકા કક્ષાની પશુપાલન ની શિબિર યોજાઈ
જંબુસર તાલુકા ના મહાપુરા ગામમા પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા પંચાયત ભરૂચ અને પશુ દવાખાના દ્વારા ડોક્ટરો ની ટીમ દ્વારા ગ્રામ જનનો પશુપાલન ની યોગ્ય માહિતી આપી હતી જેમાં દુધારા પશુઓ ને કેવીરીતે પાલન કરવું અને કેવી રીતે દૂધ વધે તેની માહિતી આપવા માં આવી તથા પશુઓ ને કૃમિ ગરહુન્દુ તથા વગેરે રોગો ને કેવી રીતે ઢોર ને બચાવા તેની પણ માહિતી આપવા માં આવી હતી
આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અલ્પાબેન પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ અંજના બેન સિંધા તથા ગામ અગ્રણી માજી સરપંચ સુરેશભાઈ પટેલ તથા માજી ડેપ્યુટી સરપંચ મુન્નાભાઈ ઠાકોર તથા હાલના ડેપ્યુટી સરપંચ બરદેવ ભાઈ જંબુસર તથા ગામના
પશુપાલન નિયામક ડો. કુસાલ વસાવા તેમજ પશુ ચિકિત્સા અધિકારી જંબુસર ડો. મિતેશ પરમાર તેમજ ડો.હર્ષ ગોસ્વામી આમોદ તેમજ પશુ ચિકિત્સા અધિકારી દૂધ ધારા ડેરી ભરૂચ. પ્રવીણભાઈ સાવલિયા ઉપસ્થિત રહિયા હતા એમના દ્વારા ગામના લોકો ને યોગ્ય માર્ગ દર્શન પુરુ પાડવા માં આવ્યુ હતું
રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર જંબુસર