જંબુસર માં મોત ની ટાંકી નીચે અભ્યાસ કરતી 400 જિંદગી
જંબુસર શહેર ની મધ્યે આવેલી મોત ની ટાંકી.
જંબુસર માં ત્રણથી ચાર શાળાઓ ના વિદ્યાર્થીઓ ના જીવ જોખમ્મા.
આ છે જંબુસર શહેર ની મધ્યે આવેલ મોતની ટાંકી.
જે ટાંકી છે જર્જરિત અને આ ટાંકી નીચે 300 થી 400 બાળકો આભ્યાસ કરી રહ્યા છે.
જર્જરિત ટાંકી નીચે થી રોજ વિદ્યાર્થીઓ સહીત પસાર થઈ રહ્યા ઘણા લોકો
આ ટાંકી જંબુસર ના માયના લીમડાં વિસ્તાર પાસેથી આવેલી છે.
જ્યાં એક મંદિર અને દરગાહ પણ છે ત્યાં શ્રદ્ધારુઓ પણ પ્રાર્થના કરવામાટે આવે છે અને વિદ્યાર્થીઓ ભાયના ઓઠા નીચે અભ્યાસ લઈ રહ્યા છે.
જર્જરિત ટાંકી વિષે સ્કૂલ ના સંચાલકો ને પૂછતાં જાણવા મળ્યું નગરપાલિકા ને જાણ કરવામાં આવી છે.
ઇન્ટરવ્યૂ આપવાનું કેહતા કહ્યું નગરપાલિકા ને ફરી એકવાર જાણ કરી આપીશું ઇન્ટરવ્યૂ.
નગરપાલિકા ને આ વિષે જણાવતા નગરપાલિકા દ્વારા જર્જરિત ટાંકી ઉતારવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પણ કોઈ કોન્ટ્રાકટર મળતો નથી કામ કરવા માટે તેવું જાણવા મળ્યું.
હવે જોવું એ રહ્યું કે કોઈ અકસ્માત થશે કે પછી વહેલી ટકે મોત ની ટાંકી ને ઉતારી લેવામાં આવશે એ જોવું રહ્યું. *