જંબુસર તાલુકા ના મગણાદ ગામે મામા તલાવડીમા થી એક યુવકની લાશ મળી આવતા ચકચાર.
જંબુસર તાલુકા ના મગણાદ ગામ પાસે મામા તલાવડીમા લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો.
જંબુસર નેશનલ પાર્ક વિસ્તારમાં રહેતા એક યુવક ગુરૂવારનો ગુમ થયેલ જેની લાશ મગણાદ ગામે એક તલાવડી માંથી મળી આવી હતી. આ યુવક ગુરુવાર ના દિવસથી ગુમ થયેલો હતો. અને યુવક ની શનિવાર ની રાત્રે લાશ મળી આવી હતી.આ યુવકનું નામ મહમદ શાહરુખ મુસ્તાક શેખ છે ઉંમર 29વર્ષથી આજુબાજુ છે.
સમગ્ર ઘટનાની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પોલીસ સ્ટેશન ના પી આઈજે. એન રબારી સાહેબ હેડ કોસ્ટેબલ રમેશભાઈ રાઠવા. નરેશભાઈ જમાદાર પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશનો કબજો મેળવ્યો હતો. અને મૃતકની લાશ ને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેને લઈ સમગ્ર ઘટનાની જંબુસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.