જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ
જંબુસર મતવિસ્તાર પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો પ્રારંભ કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી…..
જંબુસર નગરમાં ગરીબ અને જરૂરિયાત મંદો માટે માત્ર અને માત્ર એક સરકારી રેફરલ હોસ્પિટલ આવેલ છે ઓપીડી ની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે અને આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. દર્દીઓને વધુ સારી ઝડપી સેવા મળી રહે તે માટે લાખોના ખર્ચે નવીન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનવાની છે. પરંતુ આ હોસ્પિટલ નું કયા કારણોસર ઉદ્ઘાટન કરવામાં આવતું નથી, કેમ વિલંબ થઈ રહ્યો છે તે જનમાનસમાં ચર્ચાનો વિષય બન્યો છે…
જંબુસર મતવિસ્તાર પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા પણ અગાઉની ટર્મમાં હોસ્પિટલનો પ્રારંભ કરાવવા ધ્યાન દોરેલું હતું. તેમ છતાંય હોસ્પિટલનો પ્રારંભ ના થતા ફરી માજી ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમાં જણાવ્યું છે કે જંબુસર ખાતે ઘણા સમયથી નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનીને તૈયાર છે. વિવિધ રોગોના દર્દીઓ આ હોસ્પિટલમાં આવતા હોય દર્દીઓની સગવડ સારું હોસ્પિટલ ઝડપથી શરૂ કરવામાં આવે તો મોટું લોક સેવાનું કામ થાય તેમજ દર્દીઓ જે અન્ય હોસ્પિટલમાં ધક્કા ખાય છે તો આ હોસ્પિટલ શરૂ થવાથી પૂરી સગવડ મળી રહે તેમ જણાવ્યું હતું..