*જંબુસર
જંબુસર તાલુકા મા PI ઔદ્યોગિક એકમ સંકલીત આરોગ્ય્ સંજીવની વાન ને ૭ વર્ષ પૂર્ણ થતા જંબુસર ખાતે ઉજવણી કરાઈ.*
*જંબુસર વિસ્તારના ગામોમાં સતત સેવા આપવામાં આવી છે.*
*૬૨ જેટલાં ગામો અને ૬ લાખ જેટલા લોકો એ સેવા નું ઉપયોગ કર્યું છે.*
*અલગ અલગ જગ્યાઓ આરોગ્ય લક્ષી નિષ્ણાતો ડોક્ટરો પાસે કેમ્પ કરી ગંભીર રોગો દૂર કરવામાં આવે છે.*
———————————————
PI ઔદ્યોગિક એકમ અને EMRI ગ્રીન હેલ્થ સેવા ના સહયોગ થી ચાલતી આરોગ્ય સંજીવની ને સફળતાં પૂરક સાત વર્ષ પૂર્ણ થયા એના જ એક ભાગ રૂપે તારીખ ૧૨ એપ્રિલ ૨૦૨૩ ના દિને ત્રણ આરોગ્ય સંજીવની ના કર્મચારીઓ સાથે મળી ને ઉજવણી કરી હતી.
આ ઉલ્લેખનિય્ છે કે PI ઔદ્યોગિક એકમ અને EMRI ગ્રીન હેલ્થ સેવા થકી અનેક નાગરિકો ને આશિર્વાદ રૂપ સેવા નીવડી છે આ સેવા આરોગ્ય સંજીવની ના રૂપમાં જંબુસર તાલુકા ના ૬૨ જેટલા ગામો માં આરોગ્યલક્ષી સેવાઓ છેલ્લા સાત વર્ષો થી આપી રહી છે અને અનેક ઘરે બેઠા આ સેવા એમનાં ગામોમાં છેલ્લા સાત વર્ષો માં લગભગ ૬,૨૨,૭૨૫ જેટલા કુલ દર્દીઓની તપાસ અને લગભગ ૨,૨૯,૬૦૬ જેટલા લેબ ટેસ્ટ સાથે જરૂરી માર્ગદર્શન અને આરોગ્ય લક્ષી સૂચન આપી ને જનતા ના સ્વાસ્થ્ય ને સ્વસ્થ બનાવવામાં સહભાગી નવડી છે. PI ઔદ્યોગિક એકમ અને EMRI ગ્રીન હેલ્થ સેવા ના સહયોગ થી આ સેવા સાથે સાથે અલગ અલગ સ્થળ ઉપર ના આરોગ્યલક્ષી નિષ્ણાત ડોક્ટર ટીમ સાથે કેમ્પ પણ સમયાંતરે કરવામાં આવ્યું છે, જેમાં સ્ત્રી રોગ, ચામડી ના , અને આંખ ,દાંત અને બાળકો ના નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા કેમ્પ યોજવામાં આવેલ છે જે જંબુસર તાલુકા ની જનતા માટે આશિર્વાદરુપ્ સાબિત થયેલ છે.
આ રીતે PI ઔદ્યોગિક એકમ અને EMRI ગ્રીન હેલ્થ સેવા ના અથાક પ્રયત્નો કરવામાં આવ્યું છે એમનાં કારણે આ વિસ્તારો નાગરિકો આરોગ્ય લક્ષી સેવા તરત ડોક્ટરો, લેબોેટરી તપાસ હાથ ધરી ને સેવા આપવામાં આવે છે અને આંતરિક વિસ્તારો નાગરિકો એ આ સેવા ને વ્યાપક પ્રમાણમાં આવકારી રહ્યા છે.
વધુમાં પ્રોજેક્ટ ના ઓફિસર સચિન સુથારે જણાવ્યું કે આ વિસ્તારોમાં પથરાયેલો દરેક નાગરિક વધારે માં વધારે આ સેવા નું લાભ લેવામાં આવે એવી તકેદારી લેવામાં આવે છે અમારા ડોક્ટરો સહિતી ની ટીમ તાલીમબદ્ધ અને કાર્યનિષ્ઠા સેવા આપી રહી છે