*રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં*
– ભાજપ જિલ્લા સંગઠન, સંઘ પરિવાર, જનપ્રતિનિધિઓ અને સંકલન સમિતિ સાથે બેઠક
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ 20 એપ્રિલે સવારે ભરૂચ આવી પોહચયા હતા અને કાર્યકરો તથા જનપ્રતિનધિઓને સાથે સંપર્ક અને સંવાદ કાર્યકમ યોજયો હતો.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ ભરૂચ ભાજપાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ કર્યો હતો. જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ શાબ્દિક સ્વાગત કરી મુખ્યમંત્રી ને આવકાર્યા હતા. સાથ સહકાર અને સેવાના સો દિવસ સરકારના સંદર્ભે જિલ્લા તાલુકા શહેર ના હોદ્દેદારોને કાર્યકારોને માહિતગાર કરાયા હતા. કાર્યકર્તા બેઠકમાં, ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણા વાલા, કાર્યક્રમના પ્રભારી જીરાવાલા, જિલ્લા મહામંત્રી નીરલભાઈ પટેલ, ઉપપ્રમુખ, ફતેસિંહ ગોહિલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કામિનીબેન પંચાલ, ફાલ્ગુનીબેન પટેલ, કૃપાબેન પટેલ, દક્ષાબેન પટેલ, સુરભીબેન તમાકુવાલા સહિત મોટી સંખ્યામાં જિલ્લાના તમામ મોરચાના સભ્યો હોદ્દેદારો અને મંડળમાં પ્રમુખોએ હાજરી આપી હતી. તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં સો દિવસમાં સરકારે કરેલા કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા કરી હાકલ કરી હતી.
ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠન, આગેવાનો, પદાધિકારીઓ, જન પ્રીતિનિધિઓ, સંઘ પરિવાર, કાર્યકર્તાઓ અને સંકલન સમિતિની બેઠક અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે ભરૂચના પ્રવાસે આવયા હતા. જી.એન. એફ.સી ખાતે આગમન થયા બાદ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યકર્તા સંમેલન માં મુખ્યમંત્રી આવી પોહચતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન, સંકલન સમિતિ, આગેવાનો, કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંવાદ તેમજ સંપર્ક કાર્યકમ માટે આગમન થયું છે.
સવારે 10.30 કલાકે જિલ્લા ભાજપ સંગઠન સાથે તેઓ એક થી દોઢ કલાક બેઠક યોજી હતી. જે બાદ મુખ્યમંત્રી જિલ્લાના જન પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના સાથે 45 મિનિટ સંવાદ માં જોડાયા હતા.. સંઘ પરિવાર સાથે પણ મુખ્યમંત્રીનો સંવાદ યોજાયો. જે બાદ સંકલન સમિતિ સાથે રાજ્યના મુખ્યમંત્રી સંકલન બેઠક કરવાના છે ભરૂચ* બેઠક