ORF ( observer research foundation) જે સરકાર માટે નીતિવિષયક સોધ કરવાનુ તેમજ થીંક ટેન્ક નું કાર્ય કરે છે, થકી G20ની હસ્તક જીઓ વર્લ્ડ સેન્ટર મુંબઈ ખાતે ૧૦,૧૧,૧૨ મેય દરમ્યાન આયોજિત આંતરરાષ્ટ્રીય T20 ( think 20) મિડયર કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ દેશો ના વિચારકો અને પ્રતિનિધિઓ નીતીવિષયક ચર્ચા અને મંતવ્યો રજુ કરવા સંગઠિત થયા હતાં, તેમાં જંબુસરના રોનક કિશોરભાઈ પવાર જે હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા માં, નેતૃત્વ અને સાશન સંસ્થાનમાં(institute of leadership and governance), રાજનીતિક નેતૃત્વ અને સાશન( diploma in politics Leadership and governance) નો અભ્યાસ કરે છે, તેમને યુવા વિચારક તેમજ વિધાર્થીઓનાં પ્રતિનિધિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં અને સૌ પરિવારજનો અને ગુરુજનોએ ખૂબ શુભકામના પાઠવી હતી.
રોનક પવાર એમનો અનુભવ જણાવતા કહેછેકે, “કોન્ફરન્સ દરમિયાન, મને આબોહવા પરિવર્તન, શહેરીકરણ, AI અને શિક્ષણ જેવા નિર્ણાયક મુદ્દાઓ પર યુવાનોના મંતવ્યો રજૂ કરવાની તક મળી અને વિવિધ દેશોના પ્રભાવશાળી નેતાઓ અને નિષ્ણાતો સાથે જોડાવાનો અને આવનારા સમયમાં સમગ્ર વિશ્વ સમક્ષના ભાવિ પડકારો અને તેના સમાધાનો વિશે, અર્થપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લેવો એ ખૂબ જ લાભદાયી અનુભવ હતો. હું આ તક માટે અને તે પ્લેટફોર્મ માટે આભારી છું જેણે મને યુવાનો વતી મારો અવાજ અને દ્રષ્ટિકોણ રજુ કરવામાટે મંચ પૂરું પાડ્યું “