ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે એસ.ટી ડેપો વિસ્તારમાં વર્ષો પુરાણા લીમડાના ઘટાદાર વૃક્ષોનું વહીવટી તંત્ર દ્વારા નીકનંદન.
આમતો વૃક્ષવાવો… ધરતી બચાવો… પર્યાવરણ બચાવો,ની શેખી મારતા રાજકીય નેતાઓ અને સરકારી અમલદારો
જંબુસરમા ઘટાદાર લીમડાના વૃક્ષને કાપવામાં આવતા મૌન સેવી રહ્યાછે.
જંબુસર શહેરમાં ડાભા ચોકડીથી જંબુસર એસ. ટી. ડેપો સર્કલ સુધીનો નવો રોડ બની રહ્યોછે, જે જાહેર જનતા અને વાહન ચલાકો માટે માથાના દુખાવાનું કારણ બન્યો હોય,
“પડતા પર પાટુની” જેમ ભર ઉનાળાની ગરમીમાં પક્ષીઓ અને વટેમારગુંઓ નો શીતળ છાંયડો છીનવાયોછે.
વૃક્ષનું નિકંદન કાઢવામાં આવતા વિપક્ષ લાલગુમ બન્યોછે. લીમડાના વૃક્ષના લાકડા કાપી બરોબાર વેચી સગેવાગે કરવાનાં અક્ષપો વહીવટી તંત્ર સામે થયાછે.
લીમડાના ઘટાદાર છ વૃક્ષઓને કોઈ પરવાનગી, ટેન્ડર કે વર્ક ઓડર વિના કાપી નાખવામાં આવતા હજારો લોકોનું આશ્રય સ્થાન છીનવાયાનું,વિરોધપક્ષના નેતા સાકીર મલેક દ્વારા જણાવ્યાના સમાચાર સાંપડ્યાછે.