“ પાણીમાં રહેવું અને મગર સાથે વેર ” કેટલાક રેતી ચોરોને ખનીજ તંત્રે પકડીને ઝાંબાજી બતાવી છે ત્યારે જે તે ખનીજ વિસ્તારની લોકલાગણીને પણ ગંભીરતાથી ધ્યાને લેવાઈ છે તે યોગ્ય છે
ભરૂચ જીલ્લામાં ઘણા સમયથી પૂર્વ પતિનો તવરા, શુકલતીર્થ, કડોદ, મંગલેશ્વર, અંગારેશ્વર, ધર્મશાળા, ઝનોર, નાંદ વિગરે જેવા નદી કંઠના વિસ્તારોમાંથી કાયદેસર કરતા પણ વધુ ગેર કાયદેસર રેતી ખનન કરાતી હોવાની એનેકો ફરિયાદો અને રજુઆતો જીલ્લા કલેકટર તેમજ અખબારી પાને ઇલેક્ટ્રિક મીડિયામાં તેમજ ગાંધીનગર અને દિલ્હી સુધી જાગૃત નાગરિકોએ લેખિત / ઈ-મેઈલ એમજ વોટ્સેપ મારફતે રાવ કરી હતી પરંતુ તેને કોઈ પ્રતિશાદ મળતો ના હતો પરંતુ છેલ્લા બે માસ દરમિયાન જે રીતે ખનીજ તંત્ર અને મહેસુલી તંત્ર ની સંયુક્ત રેડ અંતર્ગત “ ખનીજ ચોરટાઓ” કે જેઓ ખનીજની બેફામ ચોરી કરીને કમાણી કરવા બહારવટે ચડેલા તેમને સબક શીખવાડવા માટે ન્યાયી અને નિષ્પક્ષ રીતે કડક કામગીરી હાથ ધરવામાં આવતા ખનીજ તંત્ર ખરેખર “ ખનીજ ચોરટાઓ” સામે એક્શન મોડમાં આવતા જાગૃત નાગરિકોને સમયોચિત પ્રતિશાદ મળતો હોવાની અનુભૂતિ થઇ રહી છે કે હવે સરકારી તંત્ર છે ખરું..?
ભરૂચ જીલ્લામાં ઓર્ડીનરી રેતી – માટી “ ખનીજ ચોરટાઓ ” ઉપર ખનીજ કચેરી એકશન મોડમાં
સરકારી તંત્રને “ઓર્ડીનરી” સમજનારા અને ગજવે લઈને ફરતા ખનીજ ચોરટાઓ “ઓર્ડીનરી” નહિ, પરંતુ એ તો અમારી ખરેખર નૈતિક “ જવાબદારી” ગણાવી…!
આવી ગેર કાયદેસર ખનીજ સંપદાની ચોરીમાં સંડોવાયેલા આજ દિન સુધી જે બિન અધિકૃત કમાણી કરી તે સમગ્ર કમાણી દંડમાં ઢસડાઈ જતી હોવાની લોકચર્ચા વાગરાના કોલીયાદ અને જણીયાદરા ગામોમાંથી પણ માટી ચોરટાઓ ની મશીનરી જપ્ત કરતુ તંત્રહાલમાં શુકલતીર્થ ગામે નદીના વિશાલ રેતાળ પટમાંથી ખુબ મોટા પ્રમાણમાં ખનીજની ભાષામાં ઓર્ડીનરી રેતી ખોતરી ખાતા કેટલાક સ્થાપિત તત્વો કે જેમને સરકારી તંત્રની બિલકુલ બીક નથી અને અમને રાજકીય વ્યક્તિઓ છોડાવી દેશે એ રીતે પોતાની મગરૂરીમાં રહીને જાને કે ખનીજ તંત્રને ઓર્ડીનરી સમજતા હોય તે રીતે બેફામ રીતે ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા હતા ત્યાં જ ભૂસ્તરશાસ્ત્રી એટલે કે ખાણ ખનીજ અધિકારીનીરજ ગામીતના માર્ગદર્શન હેઠળ તા;૧૭-૦૫-૨૦૨૩ નાં બુધવારે રોયલ્ટી ઇન્સ્પેકટર એ.કે. ઠાકોર અને તેમની ક્ષેત્રીય તપાસ ટીમ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે હાઈ વોલ્ટેજ વીજળીના ટાવર વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે રેતી ખનન કરતા ત્રણ હિટાચી મશીન, પાંચ જેટલી ડ્રેઝીંગ પ્રતિબંધિત હોવા છતાં યાંત્રિક નાવડીઓ, ત્રણ ટ્રકો જપ્ત કરી તેને સ્થાનિક શુકલતીર્થ ખાતે આવેલા આઉટ પોસ્ટ પોલીસમાં સીઝ કરવામાં આવતા શુકલતીર્થ પંથકમાં ગેર કાયદેસર રેતી ખનન કરનારાઓમાં ફફડાટ પેસી જવા પામ્યો છે. મોદી રાત સુધી આ કાર્યવાહી ચાલતા શુકલતીર્થ –મંગલેશ્વર-ઝનોર પંથકના નાગરિકોમાં અનેકવિધ ચર્ચાઓએ જોર પકડ્યું હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.જે તે વિસ્તારોમાંથી રેતી ખનન થઇ રહ્યું છે તે વિસ્તારોમાં કેટલાક વાહનચાલકો રેતીની લીઝમાંથી કે તે ગામોમાંથી નશો કરીને વાહનો હંકારતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે કોઈ મોટી માર્ગ અકસ્માતની ઘટનાને અંજામ આપે તે પહેલા અગમચેતીના ભાગરૂપે રેતીની લીઝો / માઈ ખનીજની લીઝો આવેલી છે તેવા ગોમમાં દારૂબંધીનો કડક અમલ કરાવે અથવા તો રેતી વહન કરનારાની આકસ્મિક બ્રેથ એનેલાઇઝર વડે ચકાસણી થાય તો કોઈનો લાલ કે કોઈનો સુહાગ કે ઘરનો મોભ ઉજાડતા બચી શકે.સ્થાનિક પોલસી તંત્રને ગામના અનેક જાગૃત નાગરિકોએ ભારદારી વાહનો ગામના રહેણાક વિસ્તારોમાંથી નહિ લઇ જવા જીલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામાનો અમલ કરાવવા પણ જણાવેલ, પરંતુ જાહેરનામાનું પોતાની ભાષામાં અર્થઘટન કરીને જાણે કે ગેર કાયદેસર ખનીજ ચોરોને મદદગારી કરતા હોય તેમ નાગરિકોને અનુભાઈ રહ્યું હતું આખરે ખનીજ તંત્રની રેડ રંગ લાવી ખરી…!!!