.કે જે પોલીટેક્નિક, ભરૂચ ખાતે ઉદ્યોગ સાહસિકતાનો સેમિનાર.
તા.19 મે 2023 ના રોજ શ્રી કે જે પોલીટેક્નિક, ભરૂચ ખાતે ઉદ્યોગ સાહસિકતાનો સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રી નીરવકુમાર સંચાણીયા, ઇનર વ્હીલ કલબ, શ્રી પીનાકીન ગરાસિયા , મટીરીયલ મેનેજર, જીલ્લા ઔધોગિક કેન્દ્ર, ડો. નિરાલી ગોંડલિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ફિઝિકસ, SVMIT, ભરૂચ, શ્રી સી એચ ભટ્ટ, કેજેપી, ભરૂચ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ વક્તાઓ દ્વારા ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ પોલિસીઓ વિશે, સરકાર દ્વારા સ્ટાર્ટઅપ માટે વિવિધ પ્રકારની લોન તથા સબસિડી અંગે સરકારશ્રી ની યોજનાઓ વિશે માહિતી, વલસાડની પોલીટેક્નિકના વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપમાં જે 360 ડિગ્રી કુલર, SVMIT, ભરૂચના વિદ્યાર્થીઓએ વાયરલેસ ચાર્જર, જેવી નવી-નવી શોધો કરી, તેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ કે જે પોલીટેક્નિકના SSIP સેલ, Alumni Association તથા Inner wheel club, ભરૂચ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી એસ.એમ.મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ શ્રી વિદ્યાસાગર સિંહા, વ્યાખ્યાતા મિકેનિકલ તથા શ્રીમતિ સમીધા બંકા, વ્યાખ્યાતા કેમિકલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનાથી 100 થી વધુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ લાભાન્વિત થયા હતા, તથા વિદ્યાર્થીઓમાં નોકરી શોધનાર બનવા કરતાં નોકરી આપનાર બનવા પ્રત્યે આત્મ વિશ્વાસનું વાતાવરણ ઉભું થયેલ છે. વક્તાઓમાં શ્રી નીરવભાઇ સંચાણિયા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રીપ્રિન્યોરશીપ હેઠળ મહાત્મા ગાંધી નેશનલ ફેલોશીપ પ્રોગ્રામમાં “પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટ” ટોપિક ઉપર IIM, અમદાવાદ ખાતે ફેલોશીપ કરી રહ્યા છે, તથા ભરૂચ જિલ્લા ખાતે કાર્ય કરી રહ્યા છે. આ સિવાય શ્રી ચિંતનભાઇ તોલાટ, પ્રેસિડેન્ટ ઇનર વહીલ, શ્રીમતિ ઈલાબેન આહીર, આવનાર પ્રેસિડેન્ટ ઇનર વહીલ, વગેરે મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.