• શુકલતીર્થ ગામે એક સોસાયટીમાંથી કોમન પ્લોટમાં જીલ્લા પંચાયત ગ્રાન્ટમાંથી મુકવામાં આવેલા બાંકડા રફુચક્કર…?
• ખનીજ ચોરી નાં યુદ્ધ સાથે હવે “ બાંકડા યુદ્ધ ” …? સરકારી ગ્રાન્ટમાંથી ફળવાયેલી જાહેર મિલકતો ગ્રામ પંચાયત મિલકત રજીસ્ટરમાં નોધાયેલ છે કે કેમ…? અંગત ઉપયોગ માટે મુકાયેલા બાંકડા ગ્રામ પંચાયત સાર્વજનિક સ્થળો પર મુકવા સક્રિય થશે…?
• સોસાયટીના જ રહીશ દ્વારા સોસાયટીના ઘરપડોશી દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં વજૂદ શું છે…?
• જીલ્લા વિકાસ અધિકારી, નબીપુર પોલીસ સ્ટેશન, શુક્લ્સ્તીર્થ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન તેમજ, તલાટી-કમ.મંત્રી, શુકલતીર્થ ને કરેલી લિખિત રજૂઆત
• શુકલતીર્થ ગામમાં જે તે સમયે સરકારી ગ્રાન્ટમાંથી, જીલ્લા, તાલુકા ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી મુકવામાં આવેલા લાખો રૂપિયાના બેસવા માટેના બાંકડા ગ્રામપંચાયતના મિલકત રજીસ્ટરમાં નોંધાયા છે કે કેમ ? અને જો નોધાયા હોય તો તે ક્યા સાર્વજનિક જાહેર સ્થળો પર મુકવામાં આવ્યા છે તે અંગે પણ અનેક સવાલો ઉભા થાય તેમ છે.
• જનતાના ટેક્સમાંથી એટલે કે જે તે ગ્રાન્ટમાંથી બાંકડા મુકવાની યોજના અંતર્ગત ફાળવાયેલા બાંકડા વ્યક્તિગત રીતે કોઈકના ફાર્મ હાઉસ પર કે કોઈના અંગત વાડાઓમાં કે કોઈકના વ્યક્તિગત ઉપયોગ માટે રાજકીય વગથી મુકાયા હોય તો ગ્રામ પંચાયતની મિલકત બનતી હોય તે અંગત ઉપયોગ માટે કેમ વપરાશમાં લેવાય ..?
શુકલતીર્થ ગામે અનેકવિધ વિવાદો વચ્ચે હવે “ બાંકડા યુદ્ધ ” શરુ થયું છે, જેમાં શુકલતીર્થ ગામની ગુરુકૃપા સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવર બ્લોક સાથે બે બાંકડા જીલ્લા પંચાયત ની ગ્રાન્ટમાંથી વર્ષ : ૨૦૧૬ માં મંજુર થયેલા તેમાંના બે બાંકડા એક ઇસમ દ્વારા બારોબાર પધરાવી દેવાની બાબત અંગત ઈસ્યુમાં પરિણમી હોવાની સામે આવી છે. જેમાં સદરહુ બાંકડા એક વ્યક્તિના મરઘા ફાર્મમાં મોકલી દેવામાં આવેલ હોવાની ફરિયાદ સોસાયટીના જ નાગરિક અને પડોસી દ્વારા આપવામાં આવતા બખેડો ઉભો થવા પામ્યો છે.
અરજદાર બે વ્યક્તિઓ સામે જીલ્લા પોલીસ વડાને ઈ.પી.કો. ની કલમ-૩૭૯ મુજબ ગુનો નોધી ડેમેજ તુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ ની કલમ -૩ અને ૪ મુજબનો પણ ગુનો બનતો હોય જે તે આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધવા પણ જણાવ્યું છે.
બોક્ષ :
એક મહત્વની બાબત એ ઉડીને વળગી છે કે માત્ર શુકલતીર્થ ગામમાં જ નહી પરંતુ સમગ્ર તાલુકા / જીલ્લામાં ધારાસભ્ય, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સભ્યો અને વિવિધ સરકારી ગ્રાન્ટોમાંથી ફળવાતા બેસવાના બાંકડા / બાસ્ટીલ ખરેખર ગ્રામ પંચાયતની મિલકત ગણાય છે ત્યારે તે સાર્વજનિક સ્થળે જ મુકવાની રહે છે અને તે ગ્રામ પંચાયત મિલકત રજીસ્ટરમાં નોંધવાની પણ રહે છે પરંતુ ગ્રામ પંચાયતોમાં મિલકત રજીસ્ટરો અપડેટ થયા છે કે કેમ…? અને જનતાના જાહેર નાણા તેમજ ગ્રાન્ટમાંથી વિકાસના કામો અંતરગત ફળવાતી ચીજ વસ્તુ પર માત્ર એટલું જ લખવાનું રહે છે કે ધારાસભ્ય, જીલ્લા પંચાયત કે તાલુકા પંચાયત સદસ્યની ગ્રાન્ટમાંથી અને વર્ષ લખવાનું રહે છે, પરંતુ નામ સાથે જનતાના પૈસામાંથી ઉભી કરેલી મિલકતો પર મોટે ભાગે નામો લખી દેવામાં આવે છે અને તેમાં પણ કેટલાક તેમના રાજકીય સમર્થકો દ્વારા કોઈકના ખેતરોમાં કે કોઈના ફાર્મ હાઉસમાં તેમજ વ્યક્તિગત અંગત વપરાશ માટે પણ મુકાવી દેવાતા હોય ત્યારે વિવાદોનું ઘર બને છે…?
બોક્ષ :
શુકલતીર્થ માં દિવસે ને દિવસે રાજકીય વિવાદો વકરવાનું કારણ અંગત રાજકીય અદાવત કે અંગત ઇસ્યુ છે ત્યારે આ સમાધાનમાં ગ્રામ પંચાયતની સરકારી જમીન હોય કે સરકારી ગ્રાન્ટમાંથી વસાવેલી મિલકતો હોય તેનો રોકોર્ડની નોંધણી પણ અપડેશન થવું હિતાવહ છે. આવા બાંકડા તેમજ પેવર બ્લોક ગમે ત્યાંથી કોઈ લખાણ વગર કે કોઈ પ્રક્રિયા વગર જ ઉઠી જવા અંગત ઉપયોગ માટે સગે વગે થવા / મેળા દરમિયાન વસાવેલા પાવડા ત્રિકમ / તગારાં તેમજ અન્ય ચીજ વસ્તુઓનું ડેડસ્ટોક રજીસ્ટરની ચકાસણી જાહેર નાણાના હિતમાં તાલુકા અને જીલ્લા પંચાયત અન્વેષણ વિભાગ દ્વારા થાય છે કે કેમ …? તે પણ એક સવાલ છે.