Home » Uncategorized » સંદિપ માંગરોલા એ કરી પ્રેસ વાર્તા…અન્ય કોંગ્રેસી દેખાયા નહિ

સંદિપ માંગરોલા એ કરી પ્રેસ વાર્તા…અન્ય કોંગ્રેસી દેખાયા નહિ

 ચોમાસાનો પહેલો વરસાદ પડે ને દેડકા અને સરીસૃપ કેવા બહાર નીકળે… તેમ લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો ’ જગતના તાત ” ના હામી બનવા નીકળ્યા છે.
 જમીન સંપાદન બાબતે ખેડૂતોને વળતર આપવાના મુદ્દે યોજાયેલ બેઠક પૂર્વ આયોજીત અને ખેડૂતો સાથે છેતરપિંડી સમાન- સંદીપ માંગરોલા
 એ વાત પણ માંગરોલાએ સમજવી રહી કે સહકારી ક્ષેત્રમાં ખેડૂતો સાથે શું થયું..? તેનો કોઈ જવાબ નથી.
 વાત એ છે કે કોન્ગ્રેસના સંદીપ માંગરોલા એકલા જ કેમ પ્રેસ કોન્ફરન્સ કરે છે તેમની સાથે કોન્ગ્રેસના અન્ય મોભીઓ કેમ નથી..? અને તે પણ લોકચર્ચાઓ મુજબ ખેડૂત એ તો ખેડૂત છે અને તે ભરૂચ જીલ્લાનો છે… તો માત્ર કોંગ્રેસની કચરીએ જ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કેમ…? શું લોકસભાની ચટણી નો કોઈ હિસ્સ્સો છે..?
 કોંગ્રેસનો કિસાન મોરચો કોંગ્રેસ કિસાન સંઘ ક્યા છે..? ખેડૂત કેટલાય ભાગમાં વહેંચાયેલો છે અને આ રીતે તેને ભગલા પાડીને રાજકીય રમતનો ભાગ બનાવવાની પ્રવૃત્તિ કરતા પહેલા સૌ ખેડૂતો કોઈ પક્ષમાં વહેંચાય નહિ તે જોવાની જારુર છે.
 અગાઉ પણ ભૂતકાળમાં કેટલાય મુદ્દે ખેડૂતોને બે ભાગમાં વહેંચવાનું ષડ્યંત્ર રચાયું હતું અને રાજકીય પક્ષોએ ઘણી ચાલાકીથી ખેડૂતો સાથે છેતરપીંડી કરી જ હતી ત્યારે…વિકાસની વૈતરણી પાર કરવામાં જમીન સંપાદન અને વળતરના મુદ્દે એ જ રાજકીય શતરંજ નો ભાગ કિસાનો ના બને તે જોવું રહ્યું.
 હાલમાં જ એહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની ગતિવિધિઓ અને હવે ખેડૂતોના હામી બનીને સંદીપ માંગરોલાની રાજકીય ચહલપહલ અનેક તાણાવાણા અને ખેડૂતો સાથે ભરૂચ લોકસભા મતદાર મંડળમાં ચર્ચાનો વિષય બન્યો છે.
 જ્યારથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન અને વિવિધ કામગીરી હાથ ધરાઈ રહી હતી ત્યારે ખેડૂતો પ્રત્યે રાજકીય સહાનુભુતિ / લાગણીવેડાનો ભાવ એકદમ કેમ ઉભો થયો..?
 સત્તાધારી પક્ષ અને વિપક્ષ તમામ રાજકીય અગ્રણીઓની કિસાનોના “ મોટા ભા “ બનવામાં સુરા બને છે પણ ચૂંટણી નો લાગ જોઇને…!
 હાઈકોર્ટ ના વિદ્વાન વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા પણ ભરૂચનાં ખેડૂતો પ્રતિ લાગણી બતાવાઈ છે અને જે જિલ્લામાંથી એક્સપ્રેસ વે પસાર થાય છે તે જીલ્લામાંથી પસાર થાય છે તેના જમીન વળતરના ભાવોની સમિક્ષ અને વિસંગતતા પણ ધ્યાને લેવી જરૂરી છે.
 વિવિધ જીલ્લાઓના કલેક્ટરો અને ભરૂચ જીલ્લાના કલેકટર સુમેરા ની સાથે રાજકીય પક્ષોની ખેડૂતો સાથે સમાંતર બેઠકો અને વિધાનસભા ચૂંટણી સમયે અપાયેલી હૈયાધારણા બાદ પણ હજુ પણ જગત નો તાત સરકારી કચેરીઓ તેમજ રાજકીય પાર્ટીઓની કચેરીઓના પગથીયા ઘસે એ કેવી કમનશીબી…?
 ભરૂચ જિલ્લા માંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ની કામગીરી જ્યાં એક તરફ પૂર જોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ કામગીરીમાં જમીન સંપાદનનો મુદ્દો પણ જીલ્લા વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન સાબિત થયો છે, જમીન સંપાદન ખેડૂતો વળતરની માંગ સાથે આંદોલનના માર્ગે ચઢ્યા છે, તંત્ર દ્વારા યોગ્ય વળતર ચૂકવવા માટેના આશ્વાસનો પર આશ્વાસનો અપાઈ રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોના મુદ્દે રાજકીય માહોલ પણ લોકસભાની ચૂંટણી પૂર્વે જ ગરમ બની રહ્યો છે,
 “ જગતના તાત” ને અન્ય જિલ્લાઓની સમાંતર જમીન વળતરનાં ભાવ આપવામાં પણ ભાવ ખાતું મહેસુલી તંત્ર…? પાણીની કિમતો પણ વધી છે ત્યારે ખેડૂતની જમીન પાણીના ભાવે મુલવવામાં આવે કે જે તેમના પૂર્વજો અને વડીલોપાર્જિત મિલકતના ભાગરૂપે છે તે …પાણીના ભાવે…? તેમાંય ભરૂચ જીલ્લામાં અબજો અને ખર્વો રૂપિયાનું ઔદ્યોગિક મૂડીરોકાણ થયું છે અને હજુ પણ આવી રહ્યું છે ત્યારે વૈશ્વિક લેવલે ભરૂચની નામના વધી રહી છે તો ખેડૂતોને તો ખરેખર અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ વળતર મળવું જ જોઈએ.
 ગત રોજ જિલ્લા ના ખેડૂતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરી માં ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી 600 રૂપિયા ની આસપાસ જિલ્લા ના ખેડૂતો ની જમીન નું વળતર ચૂકવવા પ્રયાસ કરાશે એવી વાતો સામે આવી હતી, જે બાદ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા આ નિર્યણ ને ખેડૂતો સાથે છેતરપિંડી સમાન હોવાનું ગણાવ્યું છે, અને મુખ્યમંત્રી અને સાંસદ ને પત્ર લખી જિલ્લા કલેકટર ના માધ્યમ થી રજુઆત કરી છે,

 સંદીપ માંગરોલા એ પત્ર માં ઉલ્લેખ કર્યો છે કે તેઓ સુધી ખેડૂતો ની રજુઆતો આવી રહી છે અને જમીન સંપાદન અધિનિયમ 2013 ની જોગવાઈ મુજબ ખેડૂતો ને વળતર ચૂકવવા માંગ કરાઈ રહી છે, આ જોગવાઈ મુજબ બજાર કિંમત કરતા ચાર ઘણી કિંમત ખેડૂતોને ચૂકવવા ની થાય છે, ગઈ કાલે યોજાયેલ બેઠક માં જૂજ ખેડૂતો ની હાજરીમા 600 રૂપિયા ની સહમતી કરવાનો પ્રયાસ નિંદનીય અને પૂર્વ આયોજીત હોય એવુ લાગે છે,જન પ્રતિનિધિ ઓએ પણ 2013 ના કાયદા મુજબ નું વળતર અપાવી પોતાની નૈતિક ફરજ અદા કરવાની જરૂર છે, એમાં કોઈ ખેડૂતને ઉપકાર કરવાનો નથીઃ તેમ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો,

 કોઈના પણ સાથ સહકાર વગર એકલા હાથે કોંગ્રેસ અકચેરી પર પ્રેસ કોન્ફરન્સ યોજીને માંગરોલાએ જણાવ્યું હતું કે… આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ અનેક રજુઆત છતાં બેઠક માં કોંગ્રેસના પ્રતિનિધિને કેમ હિસ્સેદાર કેમ ન બનાવાયા..? જિલ્લાના જમીન સંપાદન મુદ્દે થોડાક જ ખેડૂતો અને જન પ્રીતિનિધિઓ સાથે શું અને કેવી રીતે ” કુલડીમાં ગોળ ભાંગી” ખેડૂતોને સત્તાના જોરે જોહુકમી ચલાવાઈ રહી છે તેનો ખુલાસો સાર્વજનિક સ્તરેથી માંગવામાં આવ્યો હતો…!!

 સાથે જ તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે જુદા જુદા ગામોના જમીન સંપાદનના આર્બીટ્રેશનના હુકમો અલગ અલગ ભાવથી કરાયેલ છે, જે તર્ક હીન છે, જેમાં વળતરની રકમમાં મોટી વિસંગતતાઓ જોવા મળે છે, અત્યારે 600 રૂપિયાના નીચા સમાન વળતરની અ..ધ…ધ.. અબજો રૂપિયાના મૂડી રાકાન પછી પણ જિલ્લાના તમામ ગામને ચૂકવવાની વાત બિલકુલ વાહિયાત અને ખેડૂતોને અન્યાયકર્તા છે, જે તમામ ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ 2013 હેઠળ ખેડૂતોને નિયમ અનુસાર બજાર ભાવના ચાર ઘણા વળતર ચૂકવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સંદીપ માંગરોલા દ્વારા કરાઈ રહી છે

 ત્યારે એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જેની જવાબદારી છે તે જીલ્લા મહેસુલી કલેકટર તરફથી અન્ય જીલ્લાના કલેકટરોને મળીને તેની ભરૂચ જીલ્લાની વિવિધ પરિસ્થિતિઓ અને જે જમીનોની ફળદ્રુપતા, ખેડૂતો જે તે જમીનમાંથી કેટલું ઉત્પાદન મેળવતા હતા, જીલ્લામાં મુદીરાઓકાન અંતર્ગત આ એક્સ્પ્રેશ વે બનવાથી ઉદ્યોગોને શું ફાયદો થવાનો છે , સરકારને પણ શું ફાયદો થવાનો છે ..? એવી સમીક્ષા કે તે અંગેના નિષ્ણાતોની સલાહ કેમ લેવામાં આવતી નથી…?

 આવી વળતરની વિસંગત્ત્તાઓમાં “રાજકીય રોટલા “ શેક્નારાઓનો દોરી ખેદુતા હામી બનવાનો સંચાર કેટલો વ્યાજબી..? આ ખેડૂતોની જમીન વળતરનો પશ્ન કાઈ આજનો નથી…? પરંતુ આ બધામાં લોકસભાની ચુંટણી પૂર્વે હજુ તો કેટલાયે રાજકીય સરીસૃપો ખેડ્તોની સહાનુભુતિ બતાવવા બાહર નીકળશે અને પોતાનો રંગ બતાવશે ત્યારે યોગ્ય વળતર સાથે વિકાસની પ્રક્રિયા ને અવરોધમાં પલટાવનારાઓને પણ ખેડૂતો ઓળખે તે પણ જરૂરી છે.
સુગર ફેકટરી ના વહીવટ થી ખેડુતો ને નુકશાન પહોંચાડવાના ગુના માં હાઈકોર્ટ સુધી પહોંચેલો મામલો શું સંદિપ માંગરોલા ખેડુતો ના હિતેચ્છુ છે એમ ખેડુતો સ્વીકારશે ખરા ?
અને એક પ્રશ્ન તો એ પણ છે કે
પ્રદેશ કક્ષા ના હોદ્દેદાર પ્રેસ વાર્તા કરવાના હોય તો જિલ્લા ના આગેવાન મીડિયા ઇન્ચાર્જ કે પ્રવક્તા કેમ હાજર ન રહ્યા ?
શું કોંગ્રેસ માં બે કોંગ્રેસ છે ?

[posts_like_dislike id=post_id]

RELATED LATEST NEWS

best news portal development company in india

Top Headlines

Rss 100

RSS की 100 वर्ष की यात्रा के प्रमुख घटनाक्रम.. 1925 : डॉ. केशव बलिराम हेडगेवार ने 27 सितम्बर को विजया